Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો :આજે 76 નવા કોરોના પોઝિટિવ :કુલ કેસ 262 થયા

સવારે 55 પોઝિટિવ બાદ બપોર પછી વધુ 21 પોઝિટિવ કેસ નોંધાયા

ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 76 નવા કેસ નોંધાતા કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 262 થઈ છે. ગઈકાલથી આજ સવાર સુધીમાં 55 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. પરંતુ બપોર બાદ વધુ 21 પોઝિટિવ કેસ નોંધાયા છે. કુલ કેસનો આંકડો 262 પર પહોંચ્યો છે. 3 દર્દીઓ વેન્ટિલેટર પર છે. 24 કલાકમા 1975 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં બપોર બાદ વધુ 21 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં પાટણમાં 7, અમદાવાદમાં 8, વડોદરામાં 4 અને રાજકોટમાં બે પોઝિટિવ કેસનો સમાવેશ થાય છે. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 262 પર પહોંચી છે.

આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં રાજ્યમાં 6199 સેમ્પલ લેવાયા, જે પૈકી 5579 નેગેટિવ આવ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના કારણે કુલ 17 લોકોના મોત થયા છે.

આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, હોટસ્પોટ વિસ્તારોમાં સઘન સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. ચેપને હોટસ્પોટ વિસ્તારમાં જ ડામવા માટે અને એ વિસ્તારોમાં એકમાંથી બીજામાં ચેપ ન પ્રસરે એ માટે એક-એક વ્યક્તિનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે કેસોમાં વધારો થઇ રહ્યો છે

(8:35 pm IST)