Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

રાજપીપળામા ડ્રોન કેમેરા દ્રારા LCB પોલીસની બાજ નજર:અત્યાર સુધી અનેક પર કેસ કરાયા

રાજપીપળામા લોકડાઉનના કડક અમલ માટે એલ.સી. બી પોલીસની ટીમ ડ્રોન કેમેરા સાથે રાઉન્ડ ધી કલોક સર્વેલન્સમા ફરી રહી છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : કોરોના મહામારી ની સમસ્યા દિવસે દિવસે વકરી રહી છે, આખા વિશ્વને ભરડામા લેનારો આ વાયરસ ભારત દેશમા પણ ઘુસી ચુક્યો છે, અને દેશમા પણ પાંચ હજાર કરતા વધુ સંક્રમણના કેસો ટ્રેસ થઈ જતાં હવે મુશકેલીઓ વધે તેવા સંજોગો વચ્ચે લોકો પોતાના ઘરો માંજ રહે અને સંક્રમણના ખતરાથી દુર રહે તેવી પ્રબળ ભાવના સાથે લોકોના સ્વાસ્થ્ય અને સલામતી માટે ગુજરાત પોલીસના ડીજીપી શિવાનંદ ઝાની સીધી સુચનાથી દરેક જીલ્લામા પોલીસને કડક બનવા સુચના આપી દેવામા આવી છે અને વગર કામે બહાર લટાર મારવા નિકળતા યુવાનો પર કડક કાર્યવાહી કરવા તેમજ સોસાયટીઓ અને ફળીયાઓમા ટોળાં વળી બેસી રહેતા લોકોને લોકડાઉન ભંગ ના ગુના મા ઝડપી લેવા માટે પોલીસ વિભાગ દ્વારા ડ્રોન કેમેરાની મદદ થી સર્વેલન્સ કરવામા આવી રહ્યું છે અત્યાર સુધી ઘણા બધા લોકોને ડ્રોન કેમેરાની મદદથી લોકડાઉનનો ભંગ કરતા અને ટોળે વળતા ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે આ ઝુંબેશના ભાગરુપે આજે લાલટાવર, દરબાર રોડ વિસ્તારમા પેટ્રોલીંગમા નિકળેલી નર્મદા LCB પોલીસ દ્વારા ડ્રોન કેમેરો ઉડાવી ચાંપતી નજર રખાઈ હતી.

(7:07 pm IST)