Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

પ્રેસ ક્લબ નર્મદા દ્વારા કોરોના વાયરસ સામેની લડતમાં મુખ્યમંત્રીના રાહત નિધિમાં રૂા.૨૫૦૦૦નું યોગદાન: નિવાસી અધિક કલેકટર વ્યાસને ચેક આપ્યો

૧૧ વર્ષ થી નર્મદા જિલ્લામાં HIV પીડિત યુવાનને પણ ટેલિફોન પર ખબર પૂછી જરૂરિયાત બાબતે પૂછ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સમગ્ર વિશ્વ કોરોનાની મહામારીના ભરડામાં સપડાયું છે, ત્યારે દેશ અને ગુજરાત રાજ્ય પણ તેમાંથી બાકાત રહ્યું નથી. આપત્તિના આ સમયે પ્રેસ ક્લબ નર્મદા-રાજપીપળાએ માનવતાવાદી અભિગમ અપનાવી જરૂરીયાતમંદોને જરૂરી મદદ મળી રહે તે માટે ગુજરાતના મુખ્યમંત્રીના રાહતનિધીમાં આજે રૂા.૨૫૦૦૦નો ચેક કલેકટર કચેરી ખાતે નિવાસી અધિક કલેકટર એચ.કે વ્યાસને એનાયત કર્યો હતો.આ પ્રસંગે પ્રેસ ક્લબ નર્મદા-રાજપીપળાના પ્રમુખ દિપક જગતાપ, મંત્રી આશિક પઠાણ અને ઉપપ્રમુખ છગનભાઇ વણકર ઊપસ્થિત રહ્યા હતા.

 અત્રે ઉલ્લેખનીય છેકે પ્રેસ કલબ નર્મદા ના મંત્રી આશિકભાઈ પઠાણ એ બે દિવસ પહેલા જ નર્મદા જિલ્લામાં છેલ્લા ૧૧ વર્ષ થી HIV પીડિત અને એક માત્ર જાહેર થયેલા યુવાનની કોરોના જેવી મહામારી સમયે ટેલિફોનિક ખબર અંતર પૂછી રૂપિયા અથવા કોઈ પણ પ્રકાર ની જરૂરિયાત હોય તો મને વિના સંકોચે જણાવજે તેમ કહી માનવતા દેખાડી હતી.ત્યારે આ યુવાને અશિક ભાઈ પઠાણને હમણાં કોઈ જરૂર નથી તેમ કહી આભાર વ્યક્ત કર્યો હતો.

(6:43 pm IST)