Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

અરવલ્લી ધનસુરા ગ્રામ પંચાયત દ્વારા માસ્કનું વિતરણ કરાયું : કોરોના સામે જાગૃતિ ફેલાવાઈ

ગામમાં દવા છંટકાવ જેવા વિવિધ પગલાં લેવાયા

(પ્રભુદાસ પટેલ દ્વારા) મોટી ઇસરોલ :અરવલ્લી જિલ્લાના ધનસુરામાં કોરોના વાઇરસ સામે લડવા ગ્રામ પંચાયત ધ્વારા વિના મૂલ્યે માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. લોકોના સ્વાસ્થની સુરક્ષા માટે નિ:શુલ્ક માસ્ક નું વિતરણ કરવામાં આવ્યું હતું.જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન સચિનભાઈ પટેલ તેમજ ધનસુરાના સરપંચ યશવંતભાઈ પટેલએ ધનસુરાના જનતાનગર વિસ્તારમાં ઘેર ઘેર જઈને માસ્કનું વિતરણ કર્યું હતું.તેમજ ધનસુરામાં કોરોના સામે જાગૃતિ માટે ઘરે જઈને સૂચના આપી હતી.

 ધનસુરા ગ્રામ પંચાયત ધ્વારા કોરોનાને લઈ વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે.ગામમાં જાગૃતિ માટે વાહનો ધ્વારા માઈકથી સૂચનાઓ આપવી,દવા છંટકાવ જેવા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે.આ માસ્ક વિતરણમાં જીલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન સચીનભાઈ પટેલ,ધનસુરાના સરપંચ યશવંતભાઈ પટેલ, ડેપ્યુટી સરપંચ જીજ્ઞેશભાઈ પટેલ,વિજયભાઈ પટેલ,તલાટી કમ મંત્રી મહેશભાઈ પ્રજાપતિ, પ્રદીપભાઈ ભાવસાર, અર્પણભાઈ પટેલ,આકાશભાઈ,ગોપાલભાઈ  તથા ગ્રામ પંચાયતનાં સ્ટાફ દ્વારા ગામમાં માસ્ક નું વિતરણ કરવામાં આવ્યું હતું

(6:38 pm IST)