Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

સુરત:એપીએમસી માર્કેટમાં પ્રવેશ મેળવવા આપેલ કાર્ડમાં ડુપ્લીકેટ કાર્ડ લઇ પ્રવેશ મેળવનાર બે શખ્સો તપાસના આધારે ઝડપાયા

સુરત: શહેરને શાકભાજી પૂરું પાડતા એપીએમસી માર્કેટમાં માત્ર વેપારીઓને પ્રવેશ મળે તે માટે કલેકટર અને માર્કેટ સંચાલકોના સિક્કાવાળા કાર્ડ ઇસ્યુ કરાયા છે. આવા એક નંબરના ત્રણ ડુપ્લીકેટ કાર્ડ સાથે શાકભાજીના વેપારી અને તેના નોકરને પુણા પોલીસે ગતરાત્રે બાતમીના આધારે ઝડપી લીધા હતા. પુછપરછમાં બંને રાહદારીઓ પાસેથી કાર્ડ લાવ્યાની કબૂલાત કરે છે. જોકે, પોલીસે મૂળ સુધી પહોંચવા તેમના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતને શાકભાજી પૂરું પાડતા એપીએમસી માર્કેટમાં લોકડાઉન દરમિયાન પણ ભારે ભીડનો વિડીયો વાયરલ થતા તેને બંધ કરાયું હતું. જોકે, કેટલાક નિયમોને આધીન રાખી ફરી શરૂ થયેલા માર્કેટમાં વેપારીને પ્રવેશ માટે પાસ સિસ્ટમ શરૂ કરાઈ છે. તેમાં જીલ્લા કલેકટર અને માર્કેટ સંચાલકોના સિક્કાવાળા કાર્ડ ઇસ્યુ કરાયા છે. આવા કાર્ડ ડુપ્લીકેટ બનાવી એક વ્યક્તિ આપવા આવી રહ્યો છે તેવી બાતમીના આધારે પુણા પોલીસે ગતસાંજે અવધ ટેક્ષટાઇલ માર્કેટની સામે રોડ ઉપર વોચ ગોઠવી હતી અને મોટરસાયકલ ( નં.જીજે-05-પીજી-1045 ) ઉપર આવેલા ઐયુબ હૈદર શેખ ( ..50 (રહે. ઘર નં.46, ખ્વાજા નગર ગલી નં.8, બંબાગેટની પાછળ, માનદરવાજા, સુરત )ને અટકાવી તેની જડતી લેતા તેની પાસેથી એપીએમસી માર્કેટમાં પ્રવેશવા માટેના કલેકટર અને માર્કેટ સંચાલકોના સિક્કાવાળા પરંતુ જેના નામે ઇસ્યુ થાય તે નામ, ફોટો, સરનામું અને હેતુ વિનાના ત્રણ ડુપ્લીકેટ કાર્ડ મળી આવ્યા હતા.

(5:39 pm IST)