Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

વડોદરામાં મોર્નિંગ વોકમાં નીકળતા લોકો ચેતી જજો:વહેલી સવારે પોલીસે સયાજીગંજમાં 24 લોકોને દબોચ્યા

વડોદરા:લોકડાઉનનો અમલ કરવામાં આવી રહ્યો છે ત્યારે તેનો ભંગ કરનારા લોકો ઉપર ડ્રોન કેમેરા, સીસીટીવી અને વોટ્સઅપ ઉપર મળતા ફોટાના આધારે પોલીસ ધરપકડનો દોર ચલાવી રહી છે. વડોદરામાં 1300થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

વડોદરા પોલીસે 6 હજારથી વધુ વાહનો ડિટેઇન કર્યા હોવા છતાં હજી પણ લોક ડાઉન નો ભંગ કરવામાં આવી રહ્યો છે. જેના પગલે આજે પોલીસે વહેલી સવારે સયાજીગંજ, કમાટીબાગ અને આસપાસના વિસ્તારમાં મોર્નિંગ વોક માટે નીકળેલા લોકોની ધરપકડ કરવાનું શરૂ કર્યું હતું.

(5:32 pm IST)