Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

અમદાવાદ:સાણંદ તાલુકાના શેલા ગામે કોરોના પોજીટીવ કેસ મળી આવતા ડ્રોનની મદદથી સેનિટાઇઝેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી

અમદાવાદ: જિલ્લાના સાણંદ તાલુકાના શેલા ગામે અગાઉ એક કોરોના પોઝિટવ કેસ મળી આવ્યો હતો. કોરોના વાઇરસ અસરગ્રસ્ત  વિસ્તારમાં  આજે બુધવારે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા વિશેષ ડ્રોનની મદદથી સેનેટાઇઝેશનની કામગીરી કરવામા ંઆવી હતી. સેનેટાઇઝની કામગીરી ઝડપી તેમજ  અસરકારક રીતે કરી શકાય અને કામગીરીમાં સંકળાયેલા સ્ટાફને સંક્રમણના જોખમથી  બચાવી શકાય તે માટે વિશેષ  ડ્રોનની મદદથી દવાનો એરિયલ સ્પ્રે કરવામાં આવ્યો હતો. જિલ્લામાં પ્રકારનો પ્રથમ પ્રયોગ છે.

અમદાવાદ જિલ્લાના ડીડીઓ અરૂણ મહેશ બાબુના જણાવ્યા મુજબ બોપલ, શેલા, ગોકળપુર, શાંતિપુર, સનાથલ વગેરે વિસ્તારોમાં કર્વારન્ટાઇન કરાયેલા વિસ્તારો, સોસાયટીઓમાં ડ્રોનની મદદથી દવાનો છંટકાવ કરવાનું શરૂ કરાયું છે. શેલામાંથી તેમજ ગોકળપુરામાંથી બે કોરોના પોઝિટવ કેસ અગાઉ મળ્યા હતા. હાલમાં વિસ્તારમાં ૯૫ જેટલા લોકોને હોમ કર્વારન્ટાઇન કરવામાં આવ્યા છે

(5:32 pm IST)