Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

પરિવારનો માળો, સલામત અને હૂંફાળોઃ બાળકોની માવજત માટેનો કાર્યક્રમ આપના મોબાઈલ પર

રાજકોટ, તા. ૯ :. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ હેઠળની ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા સર્વશિક્ષા અભિયાનના સહયોગથી વેકેશનમાં બાળકોને જ્ઞાન સાથે ગમ્મત આપવા 'પરિવારનો માળો, સલામત અને હૂંફાળો' શીર્ષકથી મસ્ત કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષકોના મોબાઈલ ફોન પર તે રોજ મોકલવામાં આવે છે. શિક્ષકો વિદ્યાર્થીઓને તે ફોરવર્ડ કરે છે. જેમાં કાવ્ય, સંવાદ, બાળવાર્તા વગેરે વિડીયો સ્વરૂપે દર્શાવવામાં આવે છે. બાળકોની મનોસામાજિક માવજત માટે આ કાર્યક્રમ ઉપયોગી થાય તેમ છે. કોઈપણ વ્યકિત પોતાના મોબાઈલ ફોન પર આ કાર્યક્રમ માણી શકે છે.

આ માટે અહીં દર્શાવેલ કયુઆર કોડ સ્કેન કરવો જરૂરી છે. આ કયુઆર કોડ સ્કેન કરવા માટે આપના મોબાઈલ ફોનમાં કોઈપણ કયુઆર કોડ એપ્લીકેશન હોવી જરૂરી છે.

(4:20 pm IST)