Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

ગુજરાતમાં કોરોનાના હાહાકાર વચ્ચે મુખ્યમંત્રી રૂપાણીની IMA અને અન્ય જિલ્લાના ડોક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સ

નીતિનભાઈ પટેલ, મુખ્ય સચિવ અનિલ મુકીમ તેમજ રાજય સરકારના વરિષ્ઠ સચિવો હાજર

અમદાવાદ : આજે ગુજરાતમાં સૌથી વધુ 55 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે ત્યારે રાજ્યની અને ખાસ કરીને અમદાવાદની સ્થિતિ ગંભીર બની રહી છે. તેવામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રવર્તમાન કોરોના વાયરસની સ્થિતિ અંગે આજે રાજ્યના ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન સાથે જોડાયેલા અગ્રણી તબીબો તેમજ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, જૂનાગઢ, વલસાડ, ભાવનગર જિલ્લા મથકોથી ખાનગી ક્ષેત્રના તબીબો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક કરી સ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, મુખ્ય સચિવ અનિલ મુકીમ તેમજ રાજય સરકારના વરિષ્ઠ સચિવો હાજર રહ્યા હતા.

(1:17 pm IST)