Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

રાજ્ય સહકારી બેંકનું રૂ. ૩.૨ કરોડનું યોગદાનઃ તમામ સહકારી બેંકોનું કુલ દાન રૂ. ૮.૩૪ કરોડ

રાજકોટઃ. ધી ગુજરાત સ્ટેટ કોપરેટીવ બેંક (જીએસસી) વતી કોરોના મહામારી સામેના યુદ્ધમાં લડવા માટે પી.એમ. કેયર્સ ફંડ તેમજ મુખ્યમંત્રી રાહત કોશમાં અનુક્રમે રૂ. ૧.૫૧ કરોડ અને ૧.૫૧ કરોડ એમ કુલ રૂ. ૩.૦૨ કરોડના યોગદાનના ચેક રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને અર્પણ કરાયા હતા. સમગ્ર ગુજરાત રાજ્યની તમામ સહકારી બેન્કોએ પણ સાથે મળીને અત્યાર સુધીમાં આ મહાયુદ્ધમાં લડવા માટે જે યોગદાન આપ્યુ છે જેની કુલ રકમ ૮.૩૪ કરોડ થવા જાય છે. ચેક અર્પણવિધિ પ્રસંગે રાજ્ય બેંકના ચેરમેન અજય પટેલ, વાઈસ ચેરમેન શંકર ચૌધરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(11:28 am IST)