Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

ગુજરાતના દોઢ લાખ કરદાતાઓને તાકીદે રિફંડ ચૂકવવા ઇનકમટેકસને આદેશ

કસ્ટમ અને જીએસટી પણ ૧૮ હજાર કરોડના રિફંડ ચૂકવાશે

અમદાવાદ,તા.૯ : દેશમાં કોરોના કહેર વચ્ચે રૂપિયાની તંગી અનુભવી રહેલા કરદાતાઓને રૂ. ૫ લાખ સુધીના રિફંડ ચૂકવી દેવા નાણા મંત્રાલયે ઇન્કમટેકસ ડિપાર્ટમેન્ટને આદેશ આપ્યોછે. તેને પગલે ગુજરાતના દોઢ લાખ સહિત દેશભરના ૧૪ લાખ કરદાતાને રિફંફ મળી જશે સાથે સાથે ૬૩૧ તથા કસ્ટમ વિભાગને પણ રૂ. ૧૮ હજાર કરોડના રિફંડ ચૂકવવા આદેશ આપવામાં આવ્યા છે. આ રિફંડ લોકો પાસે આવતા આર્થિક સંકડામણ દૂર થશે તેમ સરકાર માની રહી છે. રિફંડના આદેશ અપાયા છે પરંતુ કેટલા સમયમાં રિફંડ ચૂકવવાનું રહેશે તેની સ્પષ્ટતા છે. કરવામાં આવી નથી.

ટેકસ એડવાઈઝર પ્રમોદ પોપટના જણાવ્યા મુજબ ઇન્કમટેકસ ડિપાર્ટમેન્ટનો ટાર્ગેટ માર્ય માહના સુધી પૂરો થયો ન હતો. ઘણા કરદાતાના એસેસમેન્ટ પૂરા થઈ ગયા હતા અને તેમને રિફંડ ચૂકવવાનું હતું પરંતુ માર્ચ માહેનામાં ડિપાર્ટમેન્ટે કોઈ રિફંડ ચૂકવ્યું નહોતું. તેથી કરદાતાઓ અકળામણ અનુભવતા હતા.

દરમિયાન, કોરોનાની મહામારીને લઈને દેશભરમાં વ્યાપાર, ધંધા અને ઉદ્યોગો બંધ છે. તેથી રૂપિયાની અછત છે તારે જ નાણા મંત્રાલયે બુધવારે નિર્ણય લીધો છે કે જે કરદાતાના રૂપિયા પાંચ લાખ સુધીના રિફંડ પેન્ડિંગ હોય તેમને તાકીદે રિફંડ ચૂકવી દેવા. નાણા મંત્રાલય દ્વારા આ બાબતે ઇન્ક્રમ ટેકસ ડિપાર્ટમેન્ટને આદેશ કરી દેવામાં આવ્યા જાણવા મળતી માહિતી મુજબ GST  અને કસ્ટમમાં પણ વેપારીઓના કરોડો રૂપિયાના રિકંડ અટકી પડ્યા છે. નાણા મંત્રાલયે કસ્ટમ તથા GSTના  વેપારીઓના રૂ.૧૮ હજાર કરોડના રિફંડ ચૂકવવા માટે આદેશ આપ્યો છે. સરકારની આ જાહેરાત આ અગે માહિતી આપતા ચાર્ટ્ક એકાઉન્ટન્ટ

જૈનિક વકીલે જણાવ્યું હતું કે નાણા મંત્રાલયનો પોઝિટિવ નિર્ણય છે. કરદાતાઓને રિફંડ મળવાથી તથા વેપારીઓના કરોડો રૂપિયાના રિકંડ મળવાથી રોકડની અછત ઊભી થઈ છે તેમાં કેટલાક અશે રાહત થશે.

(11:28 am IST)