Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

કોરોનાના કહેર વચ્ચે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફની હડતાલ

 

પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના કહેર વચ્ચે બુધવારે નર્સિંગ સ્ટાફ વિવિધ માંગણીઓને લઈ હડતાલ પર ઉતરી જઇ હોબાળો મચાવતા ભારે સિવિલ સત્તાવાળાઓ માં દોડધામ મચી ગઈ હતી. જ્યાં મેનેજમેન્ટ દ્વારા સમજાવટના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જે બાદ મામલો થાળે પડ્યો હતો.

પાલનપુર સિવિલ હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ બુધવારે વિવિધ માંગણીઓને લઈ હડતાલ પર ઉતરી જઇ હોબાળો મચાવતાં ભારે ઉત્તેજના પ્રસરી ગઈ હતી. જ્યાં તમામ સ્ટાફ હોસ્પિટલની બહાર આવી ગયો હતો.

અંગેની જાણ થતાં હોસ્પિટલના સંચાલકો દોડી આવ્યા હતા. અને વાટાઘાટો દ્વારા સમજાવટના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતો. જે બાદ મામલો થાળે પડ્યો હતો.

(12:50 am IST)