Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય: A.C.B લોકડાઉનમાં ફરજ બજાવશે

એ.સી.બી. વડા કેશવકુમાર સાથે ની મંત્રણા બાદ નિર્ણંય : 176 અધિકારીઓ, કર્મચારીઓ, ડીવાયએસપી પીઆઇ સહિતના જે તે ઝોનમાં ફરજ બજાવશે

અમદાવાદ : કોરોના મહામારીમાં પોલીસ પોતાની ફરજ બજાવી રહી છે ત્યારે સતત રાત દિવસ ફરજ બજાવતી પોલીસને થોડી રાહત મળી રહે તેના માટે રાજ્ય સરકારે લાંચ રુશવત ખાતાના કર્મચારીઓ અને અધિકારીઓને મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે કારણ કે હાલ રાજ્યમાં પોલીસ ની ઘટ છે જે પોલીસ કામ કરી રહી છે તે સતત ફરજ પર હોઈ છે તેથી રાજ્યના મુખ્યમંત્રી વિજય રૃપાણી અને ગૃહ વિભાગ પોલીસ વડા શિવાનંદ ઝા એ એક મહત્વનો નિર્ણય લીધો છે જેમાં એ,સી,બી,વડા કેશવકુમાર સાથે ની મંત્રણા બાદ લોકડાઉન ની ફરજ બજાવવા રાજ્ય ના એ,સી,બી વિભાગ ના કર્મચારીઓ ની મદદ લેવા નો નિર્ણય કર્યો છે જેમાં રાજ્યમાં ફરજ બજાવતા એ,સી,બી,176 અધિકારીઓ ,કર્મચારીઓ ,ડી,વાય એસ,પી ,પી,આઈ પી,એસ,આઈ ,એસ,આઈ ને જેતે ઝોન માંજ લોકડાઉન ની અમલવારી કરાવવા ફરજ બજાવવાના આદેશ કરાયા છે 

(8:41 am IST)