Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

અમેરિકા અને ઇઝરાયેલ બાદ જવાનોની શહીદોનો બદલો લઈ શકતો ભારત ત્રીજો દેશ :રાષ્ટ્રીય સુરક્ષા મહત્વનો મુદ્દો

જાંબુસરમાં વિશાળ સભા સંબોધતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે દરેક ભારતીય ચોકીદાર બનીને આતંક, ભ્રષ્ટાચાર અને કુશાસનની સામે અડગ બનીને ઉભો છે

જંબુસરમાં વિશાળ સભાને સંબોધતા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે અમેરિકા અને ઇઝરાયેલ પછી પોતાના જવાનોની શહીદીનો બદલો જો કોઇ લઇ શકતું હોય તો તે ત્રીજો દેશ માત્ર ભારત છે.જ્યારે ચૂંટણી રાષ્ટ્રીય નેતૃત્વ પસંદગીની હોય ત્યારે રાષ્ટ્રીય સુરક્ષા જ મહત્વનો મુદ્દો હોવો જોઇએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પાકિસ્તાને દુનિયાથી અલગ-થલગ પાડી દઇને આતંકવાદી દેશ જાહેર કરવા માટે દુનિયાભરના દેશો સાથે સહકાર મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. તેથી જ વીંગ કમાન્ડર અભિનંદનને ૨૪ કલાકની અંદર મુક્ત કરવા પાકિસ્તાન મજબૂર બન્યુ હતુ

  વિજયભાઇ રૂપાણી રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે  દેશની જનતા જાણે છે કે જે પહેલા અશક્ય હતુ તે હવે ભાજપાના શાસનમાં શક્ય બન્યું છે. આજે દરેક ભારતીય ચોકીદાર બનીને આતંક, ભ્રષ્ટાચાર અને કુશાસનની સામે અડગ બનીને ઉભો છે  કોંગ્રેસ અને ગઠબંધન ‘મોદી હટાવો મોદી હટાવો’ની કાગારોળ કરી રહ્યું છે, જ્યારે નરેન્દ્રભાઈ  મોદી ‘ગરીબી, બેકારી અને ભ્રષ્ટાચાર હટાવવા’ ઝઝુમી રહ્યા છે

    ભૂતકાળમાં લાલુપ્રસાદ યાદવ ઘાંસચારાના પૈસા ખાઇ ગયા, માયાવતીએ હાથી પર અને મુલાયમ-અખીલેશે સાઇકલ પર કોથળા ભરી રૂપિયા ઘરભેગા કર્યા હતા, આ બધા અલીબાબા અને ૪૦ ચોરની જમાત છે. 

આ તમામ વિપક્ષો એક થયા છે એ ખરેખર ગઠબંધન નહી પરંતુ ઠગબંધન છે તેમ  વિજયભાઇ રૂપાણીએ કહ્યું હતું

    મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જંબુસર ખાતે આયોજિત વિશાળ જનસભાને સંબોધતા કહ્યું કે  આ વખતની ચૂંટણી ચોકીદાર અને ચોર, ઇમાનદાર અને બેઇમાનો વચ્ચેની છે. હું ખાતો નથી ખાવા દેતો નથી તેવા જીવનમંત્ર સાથે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સમગ્ર દેશમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની ઝુંબેશ  શરૂ કરી છે. દેશના તમામ નાગરિકો ‘‘મૈં ભી ચૌકીદાર’’ના નારા સાથે આ ઝુંબેશમાં જોડાયા છે. 

ભૂતકાળમાં લાલુપ્રસાદ યાદવ ઘાંસચારાના પૈસા ખાઇ ગયા, માયાવતીએ હાથી પર અને મુલાયમ-અખીલેશે સાઇકલ પર કોથળા ભરી રૂપિયા ઘરભેગા કર્યા હતા, આ બધા અલીબાબા અને ૪૦ ચોરની જમાત છે. આ તમામ વિપક્ષો એક થયા છે એ ખરેખર ગઠબંધન નહી પરંતુ ઠગબંધન છે. એટલે જ તેઓ મોદી હટાવો મોદી હટાવોનો કાગારોળ કરી રહ્યા છે, જ્યારે શ્રી નરેન્દ્રભાઇ મોદી ગરીબી હટાવો, બેકારી હટાવો, ભ્રષ્ટાચાર હટાવવા ઝઝુમી રહ્યા છે. 

  ૨૦૧૪ થી નરેન્દ્રભાઇ મોદીના શાસનમાં ભ્રષ્ટાચારની બદી ક્યારેય જોવા મળી નથી. જ્યારે અગાઉ કોંગ્રેસના કુશાસનમાં કૌભાંડોની હારમાળા સર્જાઇ હતી, જેમાં હવા, કોલસો, રમતગમતમાંથી અઢળક રૂપિયાનો ભ્રષ્ટાચાર આચર્યો હતો. કોંગ્રેસ ભ્રષ્ટાચાર આચરવામાં કોઇ ક્ષેત્ર બાકી રાખ્યા નથી. નરેન્દ્રભાઇ મોદીના પ્રધાનસેવક બન્યા બાદ આ તમામ કારનામાઓ બંધ થઇ ગયા અને વચેટીયાઓ અને દલાલોના પાટીયા પડી ગયા. ભાજપાના નેતા અને કાર્યકર્તાના રગરગમાં રાષ્ટ્રવાદ છે, દેશ માટે કામ કરનારા ભાજપાના લોકોને દેશહિત સીવાય બીજુ કશું સુઝતુ નથી. ભારતની ૧૩૦ કરોડ જનતાને એનડીએ સરકારમાં અડગ વિશ્વાસ છે, દેશની જનતા જાણે છે કે જે પહેલા અશક્ય હતુ તે હવે ભાજપાના શાસનમાં શક્ય બન્યું છે. આજે દરેક ભારતીય ચોકીદાર બનીને આતંક, ભ્રષ્ટાચાર અને કુશાસનની સામે અડગ બનીને ઉભો છે. ભાજપાએ ક્યારેય મત માટે તૃષ્ટિકરણની રાજનીતિ નથી કરી. 

      પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ પાકિસ્તાનને દુનિયાથી અલગ-થલગ પાડી દઇને આતંકવાદી દેશ જાહેર કરવા માટે દુનિયાભરના દેશો સાથે સહકાર મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. તેથી જ વીંગ કમાન્ડર અભિનંદનને ૨૪ કલાકની અંદર મુક્ત કરવા પાકિસ્તાન મજબૂર બન્યુ હતુ. 

    પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી ત્વરિત અને કઠોર નિર્ણય શક્તિ ધરાવે છે. આજે દુનિયામાં એક સંદેશ પ્રસર્યો છે કે અમેરિકા અને ઇઝરાયેલ પછી પોતાના જવાનોની શહીદીનો બદલો જો કોઇ લઇ શકતું હોય તો તે ત્રીજો દેશ માત્ર ભારત છે.જ્યારે ચૂંટણી રાષ્ટ્રીય નેતૃત્વ પસંદગીની હોય ત્યારે રાષ્ટ્રીય સુરક્ષા જ મહત્વનો મુદ્દો હોવો જોઇએ. આજે સમગ્ર દુનિયામાં ભારતનું સન્માન વધારવાનું કાર્ય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કર્યુ છે.

         શ્રી રૂપાણીએ અંતમાં જણાવ્યુ હતુ કે, આગામી ૨૩ એપ્રિલના રોજ કમળનું બટન દબાવીને ભાજપાને જંગી બહુમતિથી વિજયી બનાવવા આપ સૌને મારી નમ્ર અપીલ છે. જેથી શ્રી નરેન્દ્રભાઇ મોદીને આપણે ફરીથી એકવાર દિલ્હીની ગાદી પર બેસાડીને દેશનું સુકાન સોપીએ.         

આ જનસભામાં પૂર્વમંત્રી છત્રસિંહ મોરી, પૂર્વધારાસભ્ય કિરણભાઇ, લોકસભા ઇન્ચાર્જ પ્રફૂલભાઇ, સહઇન્ચાર્જ યોગેશભાઇ તથા જીલ્લાના પ્રમુખ-મહામંત્રીઓ, નગરપાલિકા અને તાલુકા પંચાયતના પ્રમુખઓ, સાધુસંતો, સ્થાનિક આગેવાનો સહિત હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

(12:51 am IST)