Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

કાલે અલ્પેશ ઠાકોર કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામુ આપશે

-ઠાકોર સેનાની કોર કમિટી દ્વારા 24 કલાકમાં કોંગ્રેસ છોડવા કહેણ:માત્ર ઠાકોર સમાજની સેવા કરશે કે ભાજપમાં જોડાશે :રાજ્યના રાજકારણમાં ગરમાવો

 

અમદાવાદ ;ઠાકોર સેનાના સુપ્રીમો અને કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર કાલે કોંગ્રેસમાંથી રાજીનામુ આપશે આજે અમદાવાદમાં ઠાકોરસઃ સેનાની કોર કમિટીમાં અલ્પેશ ઠાકોરને 24 કલાકમાં કોંગ્રેસના તમામ હોદાઓ પરથી રાજીનામુ આપવા કહેવાયું હતું

જાણવા મળ્યા મુજબ ઠાકોર સેનાના કહેણનો અલ્પેશ ઠાકોરે સ્વીકાર કર્યો છે અને આવતી કાલે કોંગ્રેસના તમામ હોદાઓ પરથી રાજીનામુ આપવા સહમતી દર્શાવી છે

  :અમદાવાદમાં ઠાકોર સેનાની કોર કમિટીની બેઠકમાં અલ્પેશ ઠાકોરને કોંગ્રેસ છોડવા કહેવાય બાદ હવે અલ્પેશ ઠાકોર માત્ર સમાજ પૂરતીસ સેવા કરશે કે ભાજપમાં જોડાશે અંગે જબરી ચર્ચા જાગી છે સંભવત અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાય તેવી શકયતા છે છેલ્લા ઘણા દિવસોથી કોંગ્રેસથી નારાજ અલ્પેશ ઠાકોર સહીત ઠાકોર સમાજના અન્ય ધારાસભ્યો પણ ભાજપમાં જોડાય તેવી શકયતા છે

(11:59 pm IST)