Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં ચાર વર્ષની માસૂમ બાળાને પાડોશીએ બનાવી હવસનો શિકાર

માતાની નજર સામે જ બીસ્કીટ અને ચેવડો આપવાની લાલચે ઉપાડી ગયો :50 મીટરના અંતરે લોહી નીકળતી હાલતમાં મળી

 

સુરતમાં નાની બાળકીઓ સાથે દુષ્કર્મના કિસ્સાઓ વધ્યા છે સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં ચાર વર્ષની બાળકી ઉપર પાડોશીએ દુષ્કર્મ આચર્યું છે.

    મળતી માહિતી પ્રમાણે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાર વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચરવાની ઘટના બહાર આવી છે. ચાર વર્ષની પીડિત બાળકી પોતાના ઘર નજીક રમતી હતી ત્યારે પાડોશમાં રહેતા કુબેર ઉર્ફએ ગોપાલ ઓમ પ્રકાશ મોર્યએ બાળકીને તેની માતાની નજર સામે બીસ્કીટ અને ચેવડો આપવાની લાલચે ઉપાડી ગયો હતો.

    બાળકીના ઘરથી 50 મીટરના અંતરે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. બાદમાં બાળકીના ગુપ્તભાગમાં લોહી નીકળતી હાલતમાં મળી આવી હતી. જેથી બાળકીને હાલતમાં લઈને પોલીસ સ્ટેશન લઈ જવાઈ હતી. પોલીસ બાળકીને લઈને સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. બીજી તરફ આરોપી કુબેર ઉર્ફે ગોપાલ ઓમ પ્રકાશ મોર્યને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે 

(11:41 pm IST)