Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

અમદાવાદ હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ પત્નીએ કરી શારીરિક-માનસિક ત્રાસ ગુજાર્યાની ફરિયાદ

છરી વડે પણ હુમલો કર્યો અને ગરમ તેલ પણ તેમની ઉપર નાખવા સુધીનો ત્રાસ ગુજર્યો

 

અમદાવાદના હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ તેની પત્નીએ શારીરિક અને માનસિક ત્રાસ ગુજાર્યાની ફરિયાદ કરતા ચકચાર મચી જવા પામી છે

  અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશનમાં  હેડ કોન્સ્ટેબલ સામે તેની પત્નીએ શારીરિક અને માનસિક ત્રાસ આપવાની ફરિયાદ નોંધાવી છે. હેડ કોન્સ્ટેબલની ફરિયાદી પત્નીનું કહેવું છે કે તેના પતિ તેના પર છેલ્લા 14 મહિનાથી શારીરિક અને ત્રાસ ગુજારી રહ્યા છે કેટલીકવાર તેના પર તેના પતિએ છરી વડે પણ હુમલો કર્યો અને ગરમ તેલ પણ તેમની ઉપર નાખવા સુધીનો ત્રાસ ગુજર્યો છે.

 

અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશનમાં એક હેડ કોન્સ્ટેબલ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હેડ કોન્સ્ટેબલ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે.

(11:37 pm IST)