Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

અદાણી ગ્રુપને મોટી રાહત :ઓસ્ટ્રેલિયાની ફેડરલ સરકારે થર્મલ કોલ માઇન પ્રોજેક્ટને આપી મંજૂરી

ગ્રાઉંડ વોટર અને રેલ્વે ઇનફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને મંજૂરી આપી દીધી

 

અમદાવાદ :અદાણી ગ્રુપને મોટી રાહત મળી છે ઓસ્ટ્રેલિયાની ફેડરલ સરકારે તેની થર્મલ કોલ માઇન માટેના ગ્રાઉંડ વોટર અને રેલ્વે ઇનફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. કંપનીને પર્યાવરણને લગતા ક્લિયરન્સ પણ મળી ગયા છે. આમ થવાથી અદાણી માટે ઓસ્ટ્રેલિયામાં પોતાનો કોલ માઇન પ્રોજેકટ આગળ વધારવા માટેનો રસ્તો સાફ થયો છે. ત્યાના પર્યાવરણ મંત્રી મેલેસા પ્રાઇસે એક સ્ટેટમેંટમાં જણાવ્યુ કે સરકારે પ્રોજેક્ટ્સ માટે સ્વતંત્ર રીતે મૂલ્યાંકન કરાવ્યુ હતું અને પ્રોજેકટ તમામ પ્રકારની વૈજ્ઞાનિક જરૂરિયાતો પૂરી કરે છે તેથી તેને મંજૂરી આપવામાં આવી છે.

   ઓસ્ટ્રેલિયામાં ક્વીન્સલેન્ડ રાજયમાં અદાણીના થર્મલ કોલ માઇન પ્રોજેકટ સામે સ્થાનિકોમાં અને પર્યાવરણ પ્રેમીઓમાં ભારે વિરોધ થઈ રહ્યો છે અને તેના કારણે સમગ્ર પ્રોજેકટમાં મોડુ થઈ રહ્યું છે. આજે અદાણીના ગ્રાઉંડ વોટર અને રેલ્વે પ્રોજેક્ટ્સને પર્યાવરન મંત્રાલયે એમ કહી મંજૂરી આપી હતી કે કંપનીના રિવઇઝ્ડ પ્રોજેકટ પ્લાન મુજબ પર્યાવરણને કોઈ નુકસાન પહોચતું નથી અને સરકારે તે અંગે સ્વતંત્ર એજન્સી પાસે ચકાસણી કરવી છે.

(10:55 pm IST)