Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

થરાદ - સાંચોર હાઈવે પર બુઢણપુર પાસે ફુડ પેકેટના ગોડાઉનમાં આગ ભભૂકી : ચાર વાહનો બળીને ખાખ

થરાદ - સાંચોર હાઈવે ઉપર આવેલા બુઢણપુર ગામ નજીકની વીરકૃપા ફુડ પેકેટના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. તેથી ધુમાડાના ગોટેગોટા ઉઠતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ગરમીના કારણે આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ગોડાઉનમાં પડેલા ત્રણ ટ્રેક્ટર અને એક જીપ આગની જ્વાળાઓમાં બળીને ખાખ થઈ ગયા હતા.

  બનાવના પગલે થરાદ નગરપાલીકાનું ફાયર ફાયટર દોડી આવ્યું હતું અને પાણીનો મારો ચલાવી મહામહેનતે આગને કાબુમાં લીધી હતી. પરંતુ ત્યાં સુધી વ્યાપક નુક્શાન થવા પામ્યું હતું. આગ શોર્ટ સર્કીટના કારણે લાગી હોવાનું દોડી આવેલી પોલીસે પ્રાથમિક તપાસમાં જણાવ્યું હતું

(10:30 pm IST)