Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

અંકલેશ્વરના ખરોડની સીમમાં ખનીજ વિભાગની ટીમ પર હુમલો કરનાર એક ભુમાફિયા ઝડપાયો

 

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામની સીમમાં ગેરકાયદેસર ચાલતા ખનન સામે દરોડો પાડવા ગયેલ ખાણ ખનીજ વિભાગની ટીમ પર હુમલો કરનાર એક ભુમાફિયાની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

   ગત તારીખ-12મી માર્ચના રોજ અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામની સીમમાં ગેરકાયદેસર માટીનું ખોદકામ કરવામાં આવી રહ્યું હોવાની બાતમીના આધારે ભરૂચ ખાણ ખનીજની ટીમ ખાનગી પોલો કારમાં ચેકીંગ કરવા ગઈ હતી તે દરમિયાન બે બાઈક અને બે કારમાં આવેલ ફિરોજ સુલેમાન કાજી,ફૈજલ અબ્દુલ કાજી,ફૈયાઝ અબ્દુલ કાજી અને અન્ય ચાર ભુમાફિયાઓએ ખાણ ખનીજની ટીમ પર જીવલેણ હુમલો કર્યો હતો

  બનાવ અંગે ખાણ ખનીજ વિભાગના અધિકારી બ્રિજેશ સવાણીએ અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી તે દરમિયાન 8મી એપ્રિલના રોજ તાલુકા પોલીસે ખરોડ ગામના લહેરી ફળિયામાં રહેતા અંશ ફારૂક લહેરી, જે હુમલામાં સંડોવાયેલા હતા, જેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

(10:28 pm IST)