Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

કઠલાલના છીપડીમાં બે જુદા-જુદા માર્ગ અકસ્માતમાં સાત મુસાફરોને વત્તાઓછા પ્રમાણમાં ઇજા પહોંચી

કઠલાલ:તાલુકાના છીપડી તેમજ એપ્રુજી રોડ ઉપર સર્જાયેલા બે જુદા-જુદા માર્ગ અકસ્માતમાં કુલ સાત મુસાફરોને વત્તા ઓછા પ્રમાણમાં ઈજાઓ થવા પામી હતી. આ અંગે પોલીસે ગુનાઓ દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. 

આ અંગે મળતી માહિતી મુજબ કઠલાલ તાલુકાના છીપડી તાબે જુની અરાલ-દેવનગર ગામમાં રહેતાં પ્રભાતસિંહ ભુલાભાઈ ડાભી ગત શનિવારના રોજ અમદાવાદથી ડાયાબીટીશની દવા લઈ બપોરના સમયે છીપડી ગામે પરત ફર્યાં હતાં. ત્યારે છીપડી બસસ્ટેન્ડથી પોતાના ઘરે જવા માટે તેમનો પુત્ર અજીતસિંહ મોટરસાઈકલ નં જીજે ૦૭ સીએલ ૩૮૯૪ લઈ આવ્યો હતો. જેથી મોટરસાઈકલ પર સવાર થઈ તેઓ ઘરે જવા નીકળ્યાં હતાં. તે દરમિયાન છીપડી સ્મશાનની નજીક માર્ગ પર અચાનક કૂતરું આવી જતાં અજીતસિંહ ડાભીએ કૂતરાંને બચાવવા માટે ઓચિંતી બ્રેક મારી હતી. જેથી તેમનું બાઈક સ્લીપ ખાઈ ગયું હતું. આ અકસ્માતમાં પ્રભાતસિંહ ડાભી તેમજ અજીતસિંહ ડાભીને ઈજાઓ થઈ હતી. 

(5:33 pm IST)