Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

ચરોતરમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા બુકીઓને મેદાન મોકલું થયું: પોલિસ ચૂંટણીમાં વ્યસ્ત હોવાના કારણે બુકીઓ આઝાદ

ચરોતર: શહેરમાં બુકીઓ અને સટોડીયાઓ દ્વારા નીતનવી તરકીબો દ્વારા ક્રિકેટનો સટ્ટો રમાડવાનું ચાલુ કરી દેવામાં આવ્યું છે. દરરોજ એકલા ચરોતરમા ંજ લાખો રૂપિયાનો ક્રિકેટનો સટ્ટો રમાડવામાં આવી રહ્યો છે. હાલમાં પોલીસ ચૂંટણીના બંદોબસ્તમં વ્યસ્ત થઈ ગઈ હોય બુકીઓ અને સટોડિયાઓને લીલા લહેર થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટ હવે ધીરેધીરે રંગ પકડતી જઈ રહી છે. પ્રત્યેક ટીમો મેચ જીતવા માટે મરણિયા પ્રયાસો કરી રહી છે ત્યારે ક્રિકેટના સટ્ટાનું ચલણ પણ વધી જવા પામ્યું છે. આણંદ, વિદ્યાનગર, ખંભાત, પેટલાદ, નડીઆદ સહિત ચરોતરના શહેરોમાં સક્રિય કેટલાક બુકીઓ દ્વારા પોતાના મળતીયાઓ દ્વારા ક્રિકેટનો સટ્ટો રમતાં રસિયાઓનો સંપર્ક સાધીને તેઓને ઓનલાઈન ક્રિકેટનો સટ્ટો રમાડી રહ્યા છે. ટોસ કોણ જીતશેથી લઈને કોણ કેટલાક રન મારશે, કોણ કેટલી વિકેટો લેશે, કોણ મેચ જીતશે ઉપર સટ્ટો રમાઈ રહ્યો છે. 

(5:31 pm IST)