Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

આંકલાવ તાલુકાના ગંભીરામાં સ્ટુડિયોનું તાળું તોડી તસ્કરોએ એક લાખની મતાની ઉઠાંતરી કરી

આંકલાવ:તાલુકાના ગંભીરા ગામે આવેલા એક ફોટો સ્ટુડિયોની દુકાનનું તાળુ તોડીને તસ્કરો ૧.૧૦ લાખની મત્તાની ચોરી કરીને ફરાર થઈ જતાં આંકલાવ પોલીસે ગુનો દાખલ કરીને ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદથી તપાસ હાથ ધરી છે. 

ચોરીની મળતી વિગતો અનુસાર ગંભીરા ગામે રહેતા દર્પણભાઈ મહેન્દ્રભાઈ પટેલ એક કંપનીમાં નોકરી કરે છે અને સાઈડમાં ફોટો સ્ટુડિયો કરીને જીવન ગુજરાન ચલાવે છે. ગત ૨૭મી તારીખના રોજ કંપનીના કામે કર્ણાટક જવાનું હોય ફોટો સ્ટુડિયોની દુકાનને તાળુ મારીને ગયા હતા અને આજે પરત ફરતા જ દુકાનનું તાળુ તુટેલું હતુ અને અંદર મુકેલ કેમેરો તેમજ વીસીઆર મળીને કુલ ૧.૧૦ લાખની મત્તા ચોરાઈ હોવાનું માલુમ પડ્યું હતુ. 

જેથી તેઓએ તુરંત જ આંકલાવ પોલીસને જાણ કરતાં પોલીસ આવી ચઢી હતી અને દર્પણભાઈની ફરિયાદ લઈને ગુનો દાખલ કર્યો હતો.

(5:30 pm IST)