Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

સુરત નજીક પી.આઈ.એ લાખોના દારૂના જથ્થામાં ઝડપાયેલ બુટલેગર પાસેથી 5 લાખ પડાવતા ચકચાર

સુરત: નજીકથી થોડા સમય અગાઉ લાખોનો દારૂ ઝડપાયા બાદ પાયમાલ થયેલાં દક્ષિણ ગુજરાતના એક બુટલેગર પાસે એક બ્રાંચમાં ફરજ બજાવતા એક પી.આઇ?.એ વિતેલા ગણતરીના દિવસોમાં બળજબરીથી રૂ. ૫ લાખ ટુકડે ટુકડે પડાવ્યા હોવાની ચોંકાવનારી વિગતો સાંપડી છે. હાલ જેલવાસ ભોગવી રહેલા બુટલેગર સામે કડક કાર્યવાહી નહીં કરવા પી.આઈ.એ પોતાના એક પરિચિત મારફતે પૈસાની માંગણી કરતાં બુટલેગરે તગડા વ્યાજે પૈસા લઈને પીઆઇને આપ્યા હતા.

આધારભૂત સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ થોડા સમય અગાઉ સુરત નજીકથી લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો હતો. દક્ષિણ ગુજરાતના એક બુટલેગરનો પણ તેમાં મોટો હિસ્સો હતો. પરંતુ દારૂ અને વાહનો ઝડપાઇ જતાં તેમજ તે બનાવમાં પોલીસ પર હુમલો થતાં બુટલેગર અન્ય બુટલેગરો સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. 

(5:29 pm IST)