Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

સુરતના કતારગામમાં જમીનમાં કાયદાકીય છેતરપિંડી કરીને પચાવવાનો પ્રયાસ કરનાર ચાર વિરુદ્ધ ગુનો દાખલ

સુરત:કતારગામના વૃદ્ધ બિલ્ડરના ભાઇ, સાળા અને ભાગીદારોએ ખરીદેલી કતારગામની જમીનમાં કાયદાકીય ગૂંચ ઊભી કરી પચાવી પાડવાનો પ્રયાસ કરનાર ચાર વિરૂધ્ધ કતારગામ પોલીસે ગુનો નોંધી જમીન દલાલની ધરપકડ કરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ અમરેલીના વતની અને સુરતમાં કતારગામ વેડરોડ ઓમ સત્યમ નગર સોસાયટી મકાન નં. ૫૭ માં રહેતા ૬૨ વર્ષીય બિલ્ડર વસંતભાઈ પરષોત્તમભાઇ કાબરીયાના ભાઈ મનસુખભાઈ, સાળા રાજેન્દ્રભાઈ અને મનસુખભાઈના ભાગીદારો હરિભાઈ મંગળદાસ પટેલ અને ભરતકુમાર હરિભાઈ પટેલે વર્ષ ૨૦૦૦ માં કતારગામ રેવન્યુ સર્વે નં. ૩૦૪/ક વાળી જમીન તેના મૂળ માલિકો પાસેથી ખરીદી હતી. વર્ષ ૨૦૦૬ માં એક ભાગીદાર હરિભાઈ પટેલનું અવસાન થયા બાદ અન્ય ભાગીદારોએ હિસ્સો રાજેન્દ્રભાઈ અને મનસુખભાઈને વેચી દીધો હતો.

(5:28 pm IST)