Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

કરજણમાં પાંચ વેપારી સાથે 8લાખની છેતરપીંડી આચરનાર શખ્સના જામીન અદાલતે નામંજૂર કર્યા

વડોદરા:કરજણના પાંચ વેપારીઓ પાસેથી ૮.૨૩ લાખ રૃપિયાનો માલ ખરીદીને નાણાં નહી ચૂકવનાર ઠગની આગોતરા જામીન અરજી અદાલતે નામંજૂર કરી છે.

આ અંગેની વિગત એવી છે કે, કરજણના સામ્રાજયનગરમાં રહેતા સુરેશ ચંપકલાલ દોશી ઈલેક્ટ્રીક સામાનનો વેપાર કરે છે. ચાર આરોપીઓ યશ બાબુભાઈ ડોબરીયા ૨. રવિ બાબુભાઈ ડોબરીયા  ૩. સંજય પટેલ  અને ૪. જીગર માઘાભાઈ ગોત્રીએ કરજણના પાંચ વેપારીઓ પાસેથી કુલ ૮,૨૩,૩૯૦ રૃપિયાનો સામાન લીધો હતો. અને તેની સામે ચેક આપ્યા હતા. જે ચેક બેલેન્સ નહી હોવાના કારણે રિટર્ન થયા હતા. જે અંગે કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

(5:25 pm IST)