Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

વડોદરામાં બોર્ડની પરીક્ષામાં સીસીટીવીની ચકાસણી બાદ 18 વિદ્યાર્થી સામે ગેરરીતિના કેસ દાખલ થયા

વડોદરા: શહેરમાં ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડ પરીક્ષાઓ બાદ હાલમાં પરીક્ષા કેન્દ્રો પરના સીસીટીવી ફૂટેજની ચકાસણી ડીઈઓ કચેરી દ્વારા કરવામાં આવી રહી છે.

જાણવા મળતી વિગતો પ્રમાણે ધો.૧૨ના વિજ્ઞાાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની સીસીટીવી ફૂટેજની મોકલવામાં આવેલી સીડીની ચકાસણી પૂરી થઈ ગઈ છે.જેના ધારે સામાન્ય પ્રવાહના ૧૦ અને વિજ્ઞાાન પ્રવાહના ૮ વિદ્યાર્થીઓ સામે ગેરરીતિનો કેસ કરવામાં આવ્યો છે.આ તમામ વિદ્યાર્થીઓને સુનાવણી માટે ૧૨ એપ્રિલે ડીઈઓ કચેરીમાં હાજર રહેવા જણાવવામાં આવ્યુ છે.

(5:25 pm IST)