Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં ઓફિસમાં ધમધમતા જુગારધામ પર પોલીસના દરોડા:સંચાલક સહીત ત્રણની ધરપકડ

વડોદરા: શહેરમાં IPLની મેચ ઉપર સટ્ટો રમવાના ઉપરાછાપરી બનાવો બની રહ્યા છે. ગત સપ્તાહે જ અલકાપુરીના કેફે સ્ટોક એક્સચેન્જમાંથી ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કોચ તુષાર અરોઠે સહિત 19 સટોડિયા ઝડપાયા હતા, જ્યારે ફતેગંજના કેફે હાઈહેટ્સમાંથી સંચાલક જૈનમ શાહ અને તેનો મિત્ર વિશાલ જોષી પકડાયા હતા.

ઉપરોક્ત બનાવ બાદ ગઈકાલે નમતી બપોરે કારેલીબાગ પોલીસે વધુ એક સટ્ટાકાંડ ઝડપી પાડયો છે. કારેલીબાગ બાળ ગોકુલમ પાસે આવેલા શ્રીનાથ પેટ્રોલ પંપ પાસે રામદેવપીરની ચાલીમાં દ્રષ્ટિ ફાઈનાન્સ નામની ઓફિસમાં IPL પર સટ્ટો રમાતો હોવાની માહિતી મળતા કારેલીબાગના પી.આઈ આર આઈ જાડેજાએ પોલીસ કોન્સ્ટેબલ પંકજ ધર્મરાજ અને સ્ટાફને મોકલી છાપો મારા આવ્યો હતો.

(5:24 pm IST)