Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

મેમનગર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા ૪૫૦૦ જોડી ચંપલનું વિતરણ કરાયું ૧૬૫ જેટલા સ્વયંસેવકો, ૩૫ ગાડીઓ સાથે જોડાયા

અમદાવાદ તા.૯ ઉનાળો પોતાના પ્રથમ જ તબક્કામાં પોતાનું રૌદ્ર મિજાજ બતાવી રહ્યો છે તેમજ સતત તાપમાન પણ વધી રહ્યું છે. છેલ્લા ત્રણ ચાર દિવસથી હીટ વેવની અસરને કારણે કાળઝાળ ગરમી પડી રહી છે.

   અમદાવાદ સહિત મોટા ભાગના શહેરોમાં તાપમાનનો સતત વધારો થઇ રહ્યો છે. તેમાંય બપોરના સમયમાં ઉઘાડા પગે પૃથ્વી પર પગ પણ મૂકી શકાતા નથી.

     આવા કઠિન સમયમાં જેને પગમાં પહેરવાના ચંપલ કે સ્લીપર ન હોય તેની દશા કેવી હોય તે તો જેેેને વિતતી હોય તે જાણે.

    આવી ગરમીના સમયમાં, સત્સંગ પ્રચારારાર્થે વિેદેશમાં વિચરણ કરી રહેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી, અમદાવાદના અધ્યક્ષ શા.માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને મેમનગર ગુરુકુલથી પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની આગેવાની નીચે, અમદાવાદ શહેરના પૂર્વ તેમજ પશ્ચિમ ઝુપડપટ્ટી વિસ્તાર તથા ફુટપાથ ઉપર રહેતા અને  રોડ પર ઉધાડા પગે ચાલતા ગરીબોને ૪૫૦૦ જોડી જેટલા સ્લીપર તેમજ ચંપલનું નાના બાળકોથી માંડીને મોટા સુધીનાને વિતરણ કરવામાં અવ્યું હતું.

      જેમાં ગુરુકુલ પરિવારના ૧૬૫ જેટલા સ્વયંસેવકો ૩૫ ગાડીઓ સાથે  જોડાયા હતા. ચંપલ વિતરણ વ્યવસ્થા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની સુચના પ્રમાણે કોઠારી સ્વામી શ્રી મુકતસ્વરુપદાસજી, પ્રિયવદનદાસજી સ્વામી તથા પિયુષભાઇ પટેલે સંભાળી હતી.

 

(12:47 pm IST)