Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

બનાસકાંઠા લોકસભા બેઠક ચૂંટણી ચિત્ર સ્પષ્ટ :૧૪ ઉમેદવારો વચ્ચે ખેલાશે જંગ

અંતિમ દિને પાંચ અપક્ષ ઉમેદવારોએ પોતાના ફોર્મ પાછા ખેંચ્યા

બનાસકાંઠા :સરહદી બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર ફોર્મ ખેંચવાના અંતિમ દિને પાંચ અપક્ષ ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચતા ચૂંટણી ચિત્ર સ્પષ્ટ બન્યુ છે. હવે આ બેઠક ઉપર ૧૪ ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે.

   બનાસકાંઠા લોકસભાની બેઠક ઉપર ફોર્મ ભરવાના દિવસથી જાણે ઉમેદવારોનો રાફડો ફાટ્યો હતો. જ્યાં પ્રથમ પાંચ દિવસમાં ૧૦૮ ઉમેદવારીપત્રોનું વેચાણ થતાં મોટી સંખ્યામાં ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતરશે તેવું માનવામાં આવી રહ્યું હતુ. જોકે, તેમાંથી માત્ર ૨૫ ઉમેદવારોએ જ ફોર્મ ભર્યા હતા. જેમાંથી ૬ ઉમેદવારી પત્રો રદ થતાં ૧૯ ઉમેદવારો રહ્યા હતા.

 દરમિયાન ફોર્મ પરત ખેંચવાના દિવસે વધુ ૫ અપક્ષ ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચતા હવે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થવા પામ્યું છે. હવે આ બેઠક ઉપર ૧૪ ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે.

(11:37 am IST)