Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

ઝાલોદના સારમારી ગામના તળાવમાં માછલી પકડવા ગયેલા ચાર મહિલા સહીત પાંચ લોકોના ડૂબવાથી મોત

ત્રણ મહિલા અને એક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યા

 

દાહોદ પંથકમાં તળાવમાં પાંચ લોકો ડૂબ્યા હોવાના અહેવાલ મળે છે સ્થાનિક લોકોને જાણ થતા તળાવમાં ડૂબેલા લોકોને રેસ્ક્યૂ કરવાની કામગીરી શરૂ કરી હતી. ઘટનાની જાણ ફાયર વિભાગને થતા ફાયર ફાયટરોએ ઘટના સ્થળે પહોંચી તળાવમાં ડૂબેલા પાંચ લોકોની સ્થાનિક તરવૈયાની મદદથી શોધખોળ શરૂ કરી હતી. તળાવમાં ડૂબેલી પાંચ વ્યક્તિમાં ચાર મહિલા અને એક યુવકોનો સમાવેશ થાય છે.

   અહેવાલ મુજબ ઝાલોદના સારમારી ગામે ચાર મહિલા અને એક યુવક માછલી પકડવા માટે ગામના તળાવમાં ઉતર્યા હતા. તળાવમાં માછલી પકડતી વખતે તેઓ એક ઊંડા ખાડામાં ગરકાવ થવાના કારણે પાંચેય જણા તળાવમાં ડૂબી ગયા હતા. બાબતે સ્થાનિક લોકોને જાણ થતા તેમણે પાંચેયને બચાવવા માટે રેસ્ક્યુની કામગીરી શરૂ કરી હતી અને ઘટનાની જાણ ફાયર વિભાગને કરી હતી. ફાયર વિભાગે ગણતરીના સમયમાં ઘટનાં સ્થળે પહોંચીને સ્થાનિક તરવૈયાની મદદ લઇને પાણીમાં ડૂબેલા લોકોની શોધખોળ શરૂ કરી હતી. ફાયર અને સ્થાનિક તરવૈયાઓને ભારે જહેમત બાદ તળાવમાં ડૂબેલા પાંચેય લોકોને બહાર કાઢવામાં સફળતા મળી હતી, પરંતુ પાણીમાં વધારે સમય રહેવાના કારણે ત્રણ મહિલા અને એક યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યા હતા.

સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી.

 

(10:56 pm IST)