Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

બનાસકાંઠા કોંગ્રેસના ઉમેદવાર પરથીભાઇ ભટોળની જીભ લપસી :કહ્યું જનતા કોંગ્રેસથી કંટાળી ગઈ છે !!!

અંબાજી માતાજીના દર્શન કર્યા બાદ મીડિયસ સાથેની વાતચીતમાં બાફી માર્યું

 

બનાસકાંઠા લોકસભા સીટના કોંગ્રેસન ઉમેદવાર પરથીભાઇ ભટોળે ભૂલથી કહ્યું હતું કે જનતા કોંગ્રેસથી કંટાળી ગઈ છે જોકે તેઓને ભૂલ સમજાતા ફરીવાર સુધારો કરીને કહ્યું હતું કે લોકો ભાજપના સાશનથી કંટાળી ગયા છે

  એક અહેવાલ મુજબ કોંગ્રેસના ઉમેદવાર પરથી ભટોળ પોતાના કાર્યકર્તાઓ સાથે અંબાજી માતાના  મંદિરે દર્શન કરવા માટે પહોંચ્યા હતા. માતાજીના દર્શન કર્યા પછી મીડિયા સાથે વાતચીત કરતા પરથી ભટોળે ભૂલથી કોંગ્રેસથી જનતા કંટાળી છે તેવું નિવેદન આપી દીધું અને તેઓએ કઈ ખોટું બોલી નાખ્યું છે તેવી જાણ થતા તેમને પોતાનું નિવેદન તુરંત બદલી નાંખ્યું અને કહ્યું કે, સોરી ભાજપના શાસનથી ભાજપના નિયમોથી પ્રજા ખુબ કંટાળી ગઈ છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે, પરથી ભટોળ વર્ષોથી ભાજપના કાર્યકર્તા હતા અને તેઓ ભાજપમાં રહીને કોંગ્રેસની ટીકા કરતા હતા એટલે એવું લાગે છે કે, ભાજપમાં રહીને કોંગ્રેસ વિરોધી બોલવામાં તેઓની જીભ વળી ગઈ હશે એટલે તેઓ કોંગ્રેસમાં જોડાયા પછી ભાજપના બદલે કોંગ્રેસની ટીકા કરી રહ્યા છે.

(11:25 pm IST)