Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

નવસારી રેલવે સ્ટેશને ટ્રેન અડફેટે બે પ્રવાસી મહિલાઓના કમકમાટીભર્યા મોત

ટ્રેનમાંથી રોગ સાઈડમાં ઉતરેલી મહિલાઓ સુપર ફાસ્ટ સયાજીનગર એક્સપ્રેસની ઠોકરે ચડતા ઘટનાસ્થળે જ મોત

 

નવસારી રેલ્વે સ્ટેશન પર ટ્રેનની અડફેટે બે મહિલાઓના કરૂણમોત નિપજ્યા છે  નવસારી સ્ટેશન પર સયાજીનગરી એક્સપ્રેસમાં આવેલ બે પ્રવાસી મહિલાઓ ટ્રેનમાંથી રોંગ સાઈડે ઉતરી, તે સમયે સુપરફાસ્ટ શતાબ્ધી એક્સપ્રેસ આવી રહી હતી. જેમાં ટ્રેનની અડફેટે આવી જતી બંને મહિલાઓના ઘઠના સ્થલ પર કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા

   મરનાર મહિલાઓમાં એકની ઉંમર 35 વર્ષ અને બીજી મહિલાની ઉંમર 51 વર્ષ નોંધવામાં આવી છે. એક મહિલા મરોલીની તો બીજી મહિલા નવસારી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ટ્રેનની ટક્કર એવી ભયાનક હતી કે, મૃતક મહિલાઓના શરીરઓ અત્યંત વિચિત્ર સ્થિતિમાં વિચ્છેદ થઈ ગયો હતો.

(11:32 pm IST)