Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

પાટણ-ચાણસ્માના લણવા પાસે એસટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત :ત્રણ લોકોના કરૂણ મોત :બે ગંભીર

 

પાટણ જીલ્લામાં વધુ એક અકસ્માતની ઘટના બની છે જેમાં એસટી બસ અને રીક્ષા વચ્ચે સર્જાયો હતો. પાટણ-ચાણસ્માના લણવા ગામ પાસે એસટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા 3 લોકોના મોત થયા છે, જ્યારે 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા

  જણાવા મળ્યા મુજબ  રિક્ષામાં સવાર 3 લોકોના ઘટના સ્થળ પર મોત નિપજ્યા હતા, જ્યારે ઘાયલ 2 લોકોને વધુ સારવાર માટે મહેસાણા ખસેડવામાં આવ્યા હતા.

(11:31 pm IST)