Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

રાજ્યમાં લોકસભાની 26 બેઠક પર કુલ 371 ઉમેદવાર મેદાનમાં

સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 31 અને પંચમહાલમાં સૌથી ઓછા 6 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા

 

ગાંધીનગરઃ ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ચકાસણી થઈ ગયા બાદ ચૂંટણી પંચ દ્વારા કરાયેલી જાહેરાત મુજબ હવે રાજ્યમાં 26 બેઠકો માટે કુલ 371 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે

   ગુજરાત રાજ્યની 26 લોકસભા બેઠક પર કુલ 572 ઉમેદવારી પત્ર ભરાયા હતા. તેમાંથી ચૂંટણી પંચ દ્વારા ચકાસણી બાદ 120 ઉમેદવારી પત્રક ખામીયુક્ત હોવાને કારણે તેમને રદ્દ કરી દેવાયા છે. આમ, 8 એપ્રિલ, 2019ના રોજ ગુજરાતમાં 26 લોકસભા બેઠક માટે હવે 371 ઉમેદવાર મેદાનમાં છે.

   રાજ્યમાં સૌથી વધુ 48 ઉમેદવારી પત્ર સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ભરાયા હતા જેમાંથી 5 ફોર્મ રિજેક્ટ થઈ ગયા હતા અને થોડા ઉમેદાવરોએ તેમની ઉમેદવારી પાછી ખેચી હતી. હવે બેઠક પર 31 ઉમેદવાર મેદાનમાં રહ્યા છે. રાજ્યમાં સૌથી ઓછા 11 ઉમેદવારી પત્ર દાહોદ અને વલસાડની બેઠક પર ભરવામાં આવ્યા હતા. જેમાં અનુક્રમે 3 અને 2 ફોર્મ રિજેક્ટ થયા છે. આથી દાહોદની બેઠક પર હવે 7 અને વલસાડની બેઠક પર 9 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં રહ્યા છે. દાહોદ ઉપરાંત છોટા ઉદેપુરની બેઠક પર પણ માત્ર 8 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં રહ્યા છે.

સુરેન્દ્રનગર પછી જામનગરમાં સૌથી વધુ 46 ઉમેદવારી પત્ર ભરાયા હતા. જેમાંથી 12 ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા હતા. અને 4 ઉમેદાવારોએ હવે અહીં 28 ઉમેદવાર ચૂંટણીના મેદાનમાં રહ્યા છે.રાજ્યમાં જામનગર પછી સૌથી વધુ 28 ઉમેદવારી પત્ર ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીતભાઈ  શાહ જ્યાંથી ચૂંટણી લડવાના છે ત્યાં ગાંધીનગરની બેઠક પર ભરાયા છે. ગાંધીનગરમાં 11 ઉમેદવારી પત્ર રદ્દ થયા છે. જ્યારે બીજા ઉમેદવારોએ તેમના ફોર્મ પાછા ખેચી લીઘા છે અને હવે કુલ 17 ઉમેદવાર મેદાનમાં રહ્યા છે.

 

(12:16 am IST)