Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

રૂપાણી સરકારના કેબિનેટ મંત્રી ગણપત વસાવાના પીએએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો :મોટો ખળભળાટ

વાડી ગામના પૂર્વ સરપંચ અને ભાજપ અગ્રણી હરેશ વસાવાએ મંત્રીના અંગત પીએ તરીકે કામ કરેલ

સુરત જિલ્લાનાં માંગરોળનાં ધારાસભ્ય અને સીનીયર કેબીનેટ મંત્રી ગણપત વસાવાનાં તત્કાલિન અંગત પી.એ. હરેશ વસાવાએ ભાજપને અલવિદા કહીને કોંગ્રેસનો ખેસ ધારણ કરતા મોટો ખળભળાટ મચી ગયો છે .

    ગુજરાતનાં સીનીયર કેબીનેટ મંત્રી ગણપત વસાવા માંગરોળ તાલુકાનાં વાડી ગામનાં વતની છે. વાડી ગામનાં માજી સરપંચ અને યુવા ભાજપ અગ્રણી હરેશ વસાવાએ મંત્રીનાં અંગત પી.એ. તરીકે પણ કામ કર્યુ હતું. દરમિયાન હરેશ વસાવાએ ભાજપને રામ રામ કરી કોંગ્રેસનો હાથ પકડતા રાજકીય ભૂકંપ સર્જાયો છે.

  રવિવારે માજી કેન્દ્રીય મંત્રી એવા બારડોલી લોકસભાનાં કોંગ્રેસનાં ઉમેદવાર ડો.તુષાર ચૌધરી, નિવૃત આઈએએસ અધિકારી જગતસિંહ વસાવાની ઉપસ્થિતિમાં અને કોંગી કાર્યકરોની હાજરીમાં ઉમરપાડા ખાતે હરેશ વસાવાએ કોંગ્રેસનો ખેસ ધારણ કરતા રાજકીય ખળભળાટ મચી ગયો છે.

(9:35 pm IST)