Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઇ મોદી ફરીથી બિરાજમાન થાય તે માટે સુરતથી તિરૂપતિ બાલાજી મંદિર સુધીની સાયકલ યાત્રા

સુરત :મોદી ફરી વડાપ્રધાન બને તે માટે એક યુવાન સુરતથી તિરુપતિ બાલાજી મંદિર સાયકલ પર નીકળ્યો છે. રસ્તામાં આવતા તમામ ગામોમાં તે વડાપ્રધાન મોદીનો પ્રચાર કરશે. મોદીને ફરી 2019મા વડાપ્રધાન બને અને 300થી વધુ સીટો પર વિજયી બને તે આશયથી સુરતનો આ યુવાન તિરુપતિ બાલાજી મંદિર સુધી સાયકલ પર યાત્રા કરશે. આ ઉપરાંત રસ્તામા આવતા વિવિધ ગામોમા મોદી અંગે જનજાગૃતિ આવે તેવો પ્રચાર પણ કરશે.

સુરતમા રહેતો નિરવ દેસાઇ મેડિકલ સ્ટોર ચલાવે છે. લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમામ પાર્ટીઓ જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે આ લોકસભાની ચૂંટણીમા નરેન્દ્ર મોદી ફરી વડાપ્રધાન બને અને ભાજપ 300થી વધુ સીટોથી વિજયી બને તે માટે નિરવ દેસાઇ દ્વારા અનોખો પ્રયાસ હાથ ધર્યો છે.

નિરવ દેસાઇ દ્વારા સુરતથી તિરુપતિ બાલાજી સુધી સાયકલ યાત્રા કાઢશે. આ સાયકલ યાત્રા 20 દિવસ સુધી ચાલનાર છે. જેમા તેઓ સુરતથી મુંબઈના સિદ્ધી વિનાયક મંદિર જશે અને બાદમા જુદા જુદા ગામોમા ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રચાર કરશે. આ અગાઉ વર્ષ 2014માં નિરવ દેસાઇ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને તે માટે સિદ્ઘી વિનાયક મંદિર સુધી પગપાળા યાત્રા કરી હતી. ત્યારે હવે જોવાનુ એ રહ્યું કે નિરવ દેસાઇનું આ ભગીરથ પગલુ આ વખતે પણ નરેન્દ્ર મોદીને ફળે છે કે કેમ.

(4:30 pm IST)