Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

આમલેથા ગામમાંથી બોલેરો ફોર વ્હીલ ગાડીની ચોરી થતા અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો દાખલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના આમલેથા ગામમાંથી ઘર આંગણે પાર્ક કરેલી ફોર વ્હીલ ગાડીની ચોરી થતા ગુનો દાખલ થયો છે.
  પ્રાપ્ત માહિતી અનુસાર આમલેથા મોટા ફળિયામાં રહેતા અસ્મિતાબેન તમિથુનભાઇ વસાવાની ફરિયાદ મુજબ તેમની મહિન્દ્રા કંપનીની બોલેરો પ્લસ ફોર હીલ ગાડી નંબર GJ .22 .A .2537 કિ.રૂપિયા ૨,૦૦,૦૦૦ને પોતાના ઘરના આંગણામાં લોક કરી પાર્ક કરેલ હતી જેને કોઇ અજાણ્યો ચોર ચોરી કરી લઈ જતા આમલેથા પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:30 pm IST)