Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

રાજ્યમાં કોરોનાએ ફરી ફૂફાડો માર્યો : નવા 581 કેસ નોંધાયા : વધુ 453 દર્દીઓ સ્વસ્થ થયા : વધુ 2 દર્દીઓના મૃત્યુ : કુલ મૃત્યુઆંક 4418 : કુલ 2,66,766 લોકોએ કોરોનાને હરાવ્યો : રાજ્યના 4 જિલ્લામાં એકપણ કેસ નહીં : રાજ્યમાં વધુ 1,30,426 લોકોને રસી અપાઈ

રાજ્યમાં આજે સુરતમાં 147 કેસ, અમદાવાદમાં 126 કેસ, વડોદરામાં 93 કેસ, રાજકોટમાં 58 કેસ, ભરૂચમાં 18 કેસ, મહેસાણામાં 17 કેસ, ખેડામાં 14 કેસ, જામનગરમાં 12 કેસ, આણંદમાં 10 કેસ, કચ્છ, અને ભાવનગરમાં 9-9 કેસ, ગાંધીનગરમાં 8 કેસ, સાબરકાંઠામાં 7 કેસ નોંધાયા : રાજ્યમાં હાલમાં 3338 એક્ટિવ કેસ : જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો ત્યારે આજે રાજ્યમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું છે અને છેલ્લા કેટલાય દિવસો બાદ ફરી નવા કેસની સંખ્યા 500ને પાર પહોંચી છે આજે રાજ્યમાં કોરોનાના નવા 581 કેસ નોંધાયા છે જયારે આજે વધુ 453 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી હતી તેવામાં ફરીથી નવા કેસ વધવા લાગ્યા છે સરકારે સાવચેતીના પગલાં રૂપે પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશનો બોર્ડરે ચેકપોસ્ટ ઉભી કરીને તમામ યાત્રિકોનું સ્ક્રીનિંગ હાથ ધર્યું છે  આ ઉપરાંત રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર પણ સ્ક્રીનિંગ વ્યવસ્થા ઉભી કરાઈ છે 

  રાજ્યમાં આજે કોરોનાના નવા 581 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે વધુ 453 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 2,66,766 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં આજે કોરોનાથી વધુ બે દર્દીઓના મોત થયા છે જેમાં અમદાવાદમાં એક દર્દીનું મૃત્યુ અને વડોદરામાં એક દર્દીનું મૃત્યુ થયું છે રાજ્યમાં  મૃત્યુઆંક 4418 થયો છે છે  રાજ્યમાં રિકવરી રેટ 97,17 થયો છે

    રાજ્યમાં હાલ 3338 એક્ટિવ કેસ છે, જેમાંથી 43 લોકો વેન્ટિલેટર પર અને 3295 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 2,66,766 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે 

   રાજ્યમાં ગત 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણનો પ્રારંભ થયેલ છે, બીજા તબક્કામાં પણ રસીકરણ પૂર્ણ થયું છે , અત્યાર સુધીમાં કુલ 16,53,705 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 3,85,709  વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યક્તિને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી

રાજ્યમાં આજે  60 વર્ષર્થી વધુની વાય વાળાને અને 45 થી 59 વર્ષના ગંભીર બીમારી ધરાવતા લોકોને કોરોના રસી અપાઈ હતી આજે કુલ 1,30,426 વ્યક્તિઓનું રસીકરણ કરાયું હતું

  રાજ્યમાં આરોગ્યવિભાગની અસરકારક કામગીરીને કારણે આજે રાજ્યના અરવલ્લી ,બોટાદ , ડાંગ , અને પોરબંદર એમ કુલ 4 જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી

  રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 581 પોઝિટિવ કેસમાં સુરતમાં 147 કેસ, અમદાવાદમાં 126 કેસ,વડોદરામાં 93 કેસ, રાજકોટમાં 58 કેસ, ભરૂચમાં 18 કેસ, મહેસાણામાં 17 કેસ, ખેડામાં 14 કેસ, જામનગરમાં 12 કેસ, આણંદમાં 10 કેસ, કચ્છ,અને ભાવનગરમાં 9-9 કેસ, ગાંધીનગરમાં 8 કેસ, સાબરકાંઠામાં 7 કેસ નોંધાયા છે

(7:50 pm IST)