Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

ટ્રક અને ટ્રેક્ટર અથડાતા ગોઝારો અકસ્માત થયો

ગંભીર ઇજા થતા ચાલકનું મોત : બનાસકાંઠામાં લુન્દ્રા પાસે વહેલી સવારે ટ્રેક્ટર અને ટ્રક સામસામે ધડાકાભેર અથડાતા ગોઝારો અકસ્માત સર્જાયો

બનાસકાંઠા,તા. : બનાસકાંઠામાં લુન્દ્રા કેનાલ પાસે આજે વહેલી સવારે ટ્રેક્ટર અને ટ્રક સામસામે ધડાકાભેર અથડાતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટ્રક ચાલકનું ઘટના સ્થળે કરૂણ મોત નીપજયું હતું. બનાવને પગલે દિયોદર પોલીસ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. દિયોદરના લુન્દ્રા કેનાલ પાસે આજે વહેલી સવારે ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે અકસ્માત થતા ચાલકનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજયું હોવાની ઘટના સામે આવી છે. જેમાં એક ટ્રક દિયોદરથી ભાભર તરફ જઈ રહી હતી તે સમયે લૂન્દ્રા કેનાલ પાસે સામેથી આવી રહેલા બટાકા ભરેલુ ટ્રેક્ટર અને ટ્રક સામસામે અથડાતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે, ટ્રકનો ચાલક અકસ્માતગ્રસ્ત ટ્રકના કાટમાળમાં ફસાઈ ગયો હતો અને ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત નીપજયું હતું. બનાવને પગલે આજુબાજુના લોકો અને પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને અકસ્માતગ્રસ્ત ટ્રકમાંથી ચાલક સંગ્રામભાઇ ઠાકોરના મૃતદેહને બહાર નીકાળી પીએમ અર્થે ખસેડી હતી. બટાકા ભરેલા ટ્રેક્ટરનો અકસ્માત થતા રોડ પર બટાકા વેરવિખેર થઈ ગયા હતા. મામલે દિયોદર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(7:25 pm IST)