Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

સુરત:ધંધામાં નુકશાન આવતા ટેંશનમાં આવી કાપડના વેપારીએ ઝેરી દવા ગટગટાવી મોતને વ્હાલું કર્યું

સુરત: શહેરમાં ધંધામાં નુકસાન થતા ટેન્શનમાં આવીને સરથાણાના કાપડના વેપારીએ રવિવારે સાંજે ઝેરી દવા ગટગટાવીને જીવન ટુંકાવી લીધું હતું..

સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ સરથાણા જકાતનાકા પાસે સંસ્કારવિલા સોસાયટીમાં રહેતા ૫૫ વર્ષીય રાજુભાઇ મનજીભાઇ પઢોળીયા રવિવારે બપોરે ઘરેથી સરથાણાના શ્યામધામ મંદિર પાછળ તાપી નદીના કિનારે જઇને ઝેરી દવા ગટગટાવી ગયા હતા. ત્યાંથી પસાર થતા વ્યક્તિની નજર  પડતા તેમની પાસેથી પરિવારનો નંબર લઇને કોલ કરતા પરિવારજનો ત્યાં દોડી આવ્યા હતા. અને રાજુભાઇને ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા પણ ડોકટરે મૃત જાહેર કર્યા હતા.

સરથાણા પોલીસ સુત્રો કહ્યુ કે રાજુભાઇ મુળ જુનાગઠના વિસાવદરના વતની હતા. તેમને એક પુત્ર છે. તે રીંગરોડની મીલેનીયમ માર્કેટમાં કાપડની દુકાન ધરાવતા હતા. ધંધામાં નુકસાન થતા આ પગલુ ભર્યુ હતુ. તેમની પાસેથી મળેલી સ્યુસાઇડ નોટમાં ધંધામાં નુક્સાન થયાનો પણ ઉલ્લેખ છે.

(6:00 pm IST)