Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

જેલમુકત થનાર મહિલાઓને સમાજ અપનાવે તેવી હૃદયપૂર્વકની અપીલ થઇ

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી રાજકોટ સહિત ગુજરાતની વિવિધ જેલમાં કઈ રીતે થઇ ? રસપ્રદ માહિતી 'અકિલા' સાથેની વાતચિતમાં ગુજરાતના જેલ વડા ડો. કે.એલ.એન.રાવ વર્ણવે છે

રાજકોટ. તા.૯, સમગ્ર ગુજરાતમાં દેશના અન્ય ભાગો માફક આંતર રાષ્ટ્રિય મહિલા દિવસની ઉજવણી ઉત્સાહ પૂર્વક થય રહી હોય ત્યારે હર હંમેશ જેલના ઇતિહાસમાં કદી ન થયું હોય તેવા કાર્યો જેની રાહબરી હેઠળ ચાલી રહ્યા છે તેવા ગુજરાતના જેલ વડા ડો. કે.એલ.એન.રાવની નિશ્રામાં  પ્રેરણા કાર્ય ક્રમો યોજાયા હતા.           

અમદાવાદમાં નવી મહિલા જેલના પ્રાથના હોલમાં યોજાયેલ કાર્ય ક્રમમાં રાધા ફાઉન્ડેશનના પ્રમુખ કૃતિ બેન ત્રિવેદી અને ઉપપ્રમુખ મીતાબેન જાની વેગરેની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ. ઉકત પ્રસંગે બંદીવાન મહિલાઓનું મનોબળ વધારવા અને સાથે સાથે ફરી ગુન્હો ન કરવા અપીલ સાથે જેલમાં રહેલ મહિલા બંદીવાન નો જેલ મુકત થાય ત્યારે સમાજ તેને ખુશી ખુશી અપનાવે તેવી અપીલ થઇ હતી. ઉકત પ્રસંગે નાયબ અધિક્ષક ડી.વી. રાણા તથા વરુણ વસાવા અને સિનિયર જેલર એ.આર કુરેશી તથા વેલ ફેર ઓફિસર શ્રી પી. જે.પંચાલ હાજર રહેલ. ડો. રિતુ સિંદ્ય દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા ની શીખ આપી હતી.

લીગલ એઇડ સર્વિસ રાજકોટ દ્વારા મહિલા દિન નિમિત્તે બંદીવાન બહેનોને તેમના મૂળભૂત અધિકારો વિશે તેમજ તેમને મળતી મફત કાનૂની સેવા અંગેનો સેમિનાર રાખવામાં આવેલ જેમાં લીગલ એઇડ ના એડવોકેટ શ્રીમતિ મીતલબેન સોલંકી દ્વારા તમામ બંદીવાન બહેનોને મફત કાનૂની સેવાના થતા લાભો અંગે માહિતગાર કરી સમજ આપવામાં આવેલ હતી.

વડોદરામાં મહિલાઓને કોરોના સામે સાવચેતીના ભાગરૂપે હિજેનિક તાલીમ સાથે સાડીઓની ભેટ અપાયેલ. જેમાં શાહ ફાઉન્ડેશનની સહયોગ મળેલ. જિલ્લા કાનૂની  સેવા સત્ત્।ા મંડળના આદરણીય ચારણ જી દ્વારા કેદીઓને રેડીઓ પ્રિઝન મારફત ઉદબોધન થયેલ.

મહિલા કેદીઓ દ્વારા પણ પ્રતિભાવ અપાયેલ અને જેલ જેવા વિભાગોમાં ચાલતી આવી પ્રવૃત્ત્િ।ની ગર્વભેર નોંધ લેવાયેલ. આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત વિવધ કાર્યક્રમો માટે જાણીતા મહિલા શિક્ષણ વિદ ડો. ઇન્દુ રાવ દ્વારા મહત્વનું માર્ગ દર્શન મળ્યું હતું.

રાજયની વિવિધ જેલમાં અશકત અને ગંભીર બીમારીઓથી પીડાતી મહિલાની મુકિત માટે કમિટીની રચના

 રાજકોટઃ તા. ૯, આંતર રાષ્ટ્રિય મહિલા દિવસ અંતર્ગત અશકત મહિલાઓને મુકત કરવા માટે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા નિર્ણય કરી એક કમિટીની રચના કરી છે. સજા પૂરી થવા છતાં અન્ય કોઈ કારણસર મુકિત ન થઈ હોય તેમનો સમાવેશ થશે. આ સમિતિમાં એડી.ચીફ સેક્રેટરી હોમ,રાજયના જેલવડા અને સ્ટેટ લીગલ કમિટી દ્વારા રિવ્યૂ કરવામાં આવ્યો હતો.

ખરાબ કાર્યોને બદલે ગુજરાતની વિવિધ જેલો સારા કાર્ય માટે વિધાનસભામાં ચમકી

રાજકોટ, અમદાવાદના સાબરમતી વિસ્તારના ધારા સભ્ય અરવિંદભાઈ પટેલે પ્રશ્નોતરી કાળ દરમ્યાન જેલમાં રાજય સરકારના માર્ગદર્શન હેઠળ કેદીઓની ચિંતા કરી થતી કામગીરીની પ્રશંસા કરી હતી.

(4:19 pm IST)