Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

ઓહોહોહો...ગુજરાત માથે ર,૬૭,૬પ૦ કરોડ કરજ

૪૧૪ર કરોડ વ્યાજ ચૂકવાયું: મુદત પેટે ૩ર૦૮૭ કરોડ ચુકવાયા

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા. ૯ :  રાજય સરકારના જાહેર દેવા અંગે કોંગ્રેસના ગ્યાસુદીન શેખના પ્રશ્ના ઉતરમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિન પટેલે જણાવ્યું હતું કે તા. ૩૧-૧-ર૧ ની સ્થિતિએ વર્ષ ૧૯-ર૦માં કુલ બાકી જાહેર દેવું રૂ. ર,૬૭,૬પ૦ કરોડ છે.

ઉપરોકત પરિસ્થિતિએ છેલ્લા બે વર્ષમાં નાણાંકીય પરિસ્થિતિ મુજબ પપ,૦૬૦ નો ઘટાડો નોંધાયો છે.

આ ઉપરાંત વર્ષ ૧૮-૧૯માં નાણાંકીય સંસ્થાઓની લોન અંગે ૭પ૭ કરોડ વ્યાજમાં ચુકવેલ છે જયારે બજાર લોન પેટે ૧ર,૭પ૯ કરોડ ચુકવવામાં આવેલ છે. કેન્દ્રિય દેવા પેટે ૪૧૯ કરોડ ચુકવવામાં આવેલ છે. આ ઉપરાંત એન.એફ.એસ. લોન ઉપર ૪,૧૪ર કરોડ વ્યાજ ચુકવવામાં આવેલ છે. તેમજ નાણાંકીય સંસ્થાઓની લોન સંદર્ભે ૮૮ર કરોડ વ્યાજ આપવામાં આવેલ છે.

જયારે વર્ષ ૧૯ર૦માં બજાર લોન અંગે ૧પ,રપ૭ કરોડ વ્યાજ ચુકવવામાં આવેલ છે. આજ વર્ષ દરમ્યાન ૩,૭૯૯ કરોડ વ્યાજ પેટે ચુકવવામાં આવેલ છે.

જયારે આ બધીજ વ્યાજની ચુકવણી દરમ્યાન રૂ.૩ર,૦૮૭ કરોડ મુદલ પેટે રાજય સરકાર દ્વારા ચુકવવામાં આવેલ છે.

(4:12 pm IST)