Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

રાજયમાં બે વર્ષમાં ર૮ર૩.૮૦ મેગાવોટ વીજ ઉત્પાદન વધારો

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. ૯: રાજયમાં વીજ ઉત્પાદન ક્ષમતા અંગે પૂછવામાં આવેલ પ્રશ્નના ઉત્તરમાં ઉર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે, તા. ૩૧/૧ર/ર૦ની સ્થિતિએ રાજયમાં વીજ ઉત્પાદન ક્ષમતા કુલ ર૪૦રર મે. વો.ની સ્થાપિત વીજ ઉત્પાદન ક્ષમતામાંથી વીજ કરાર અંતર્ગત પુરવઠો મેળવવામાં આવે છે.રાજયમાં છેલ્લા બે વર્ષમાં તેનાં કુલ રૂ. ર૮ર૩.૮૦ મે. વોટનો વધારો કરવામાં આવ્યો છે.રાજયની પ્રજાને ગ્રામ્ય કક્ષાએ પુરતી વીજળી મળી રહે તે માટે રાજય સરકાર તત્પર છે અને સરકાર પુરતા પ્રયાસો કરી રહી છે. આવનાર દિવસોમાં વીજ પુરવઠો પુરો મળી રહે તે માટે સરકાર પુરતા પ્રયાસો કરી રહી છે.

(4:12 pm IST)