Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

કોરોના બેકાબૂઃ અમદાવાદની હોસ્‍પિટલોમાં ફરી દર્દીઓથી ખાટલા ભરાવા લાગ્‍યા

રાજયમાં ફરી એકવાર અમદાવાદ શહેર કોરોનાનું હોટ સ્‍પોટ બનવા તરફ જઈ રહ્યું છેઃ ફેબ્રુઆરીના છેલ્લા ૧૫ દિવસમાં જેટલા કેસ આવ્‍યા તેના કરતા વધારે માર્ચના પહેલા અઠવાડિયામાં જ સામે આવ્‍યા છે

અમદાવાદ, તા.૯: શહેરમાં સતત વધી રહેલા કોરોના કેસ વચ્‍ચે હવે ફરી એકવાર ખાલી પડેલી પ્રાઈવેટ કોવિડ-૧૯ હોસ્‍પિટલોના બેડ ૮૧ ટકા જેટલા ભરાઈ ગયા છે. હજુ એક જ સપ્તાહ પહેલા ૧ માર્ચના દિવસે આ હોસ્‍પિટલોમાં કોવિડ-૧૯ના દર્દીઓની સંખ્‍યા ૧૬૫ હતી જે ૮ માર્ચના દિવસે સવાર સુધીમાં વધીને ૩૦૦ થઈ ગઈ છે. કોરોના કેટલી તીવ્ર ગતીએ પોતાનું ચક્ર ફેરવી રહ્યો છે તે આ અઠવાડિયામાં ૩૦૦ના આંકડાને જોઈને ખબર પડે છે.

રાજયમાં કોરોના કેસ વધવાનું આ ત્રીજું મોજું છે આ પહેલા મેથી જુલાઈ અને પછી ગત વર્ષે નવેમ્‍બરમાં અને હવે ફરી એકવાર માર્ચની શરુઆત સાથે કેસ સતત વધી રહ્યા છે. દૈનિક કોરોના દર્દીઓમાં પણ ૧ માર્ચથી ૭ માર્ચ વચ્‍ચે ૩૫ ટકા જેટલો વધારો થયો છે. તો હોસ્‍પિટલમાં રિકવર થતા દર્દીઓ અને નવા કોરોના કેસ વચ્‍ચે તફાવતનો આંકડો મોટો થતા હોસ્‍પિટલોમાં પણ બેડ ઓક્‍યુપન્‍સીમાં સતત વધારો થઈ રહ્યો છે.

અમદાવાદ હોસ્‍પિટલ્‍સ અને નર્સિંગ હોમ્‍સ એસોસિએશન (એએચએએનએ)ના પ્રમુખ ડો.ભરત ગઢવીએ દાવો કર્યો હતો કે સંસ્‍થાની સભ્‍ય હોસ્‍પિટલોમાં ૧૬ ફેબ્રુઆરીથી ૩ માર્ચ સુધી ૧૫ દિવસમાં ૧૦૦થી  ૨૦૦ સુધી ૧૦૦ કેસનો ઉમેરો નોંધાયો છે. જયારે આગામી ૧૦૦ દર્દીઓ માત્ર પાંચ દિવસમાં ઉમેરાયા છે. ‘ બેડ ઓક્‍યુપન્‍સીનું વિશ્‍લેષણ પણ શહેરના પヘમિ વિસ્‍તારોમાંથી ૮૫ ટકાથી વધુ કેસો તરફ નિર્દેશ કરે છે.'

રાજયના આરોગ્‍ય વિભાગના આંકડા જણાવે છે કે ગુજરાતમાં ૩,૧૪૦ સક્રિય કેસોમાંથી ૭૨૧ અથવા ૨૩ ટકા કેસ ૭ માર્ચ સુધીમાં એકલા અમદાવાદના હતા.

નિષ્‍ણાતોએ આ ઉછાળા માટે માણસોની વધતી જતી ભીડને જવાબદાર ગણાવી છે, જેની શરુઆત રાજયની સ્‍થાનિક સ્‍વરાજયની સંસ્‍થાઓમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રેલીઓ અને સભાઓથી થઈ છે જે મતદાનના દિવસે પણ ભીડ સ્‍વરુપે જોવા મળી હતી. આ ઉપરાંત આ સમયગાળો લગ્ન સિઝન હોય લોકો મેળાવડામાં ભેગા થાય છે જયાં માસ્‍ક અથવા સામાજિક અંતર જેવી કોરોના ગાઇડલાઇન્‍સને તાક પર મૂકી દેવામાં આવે છે.

શહેર સ્‍થિત ક્રિટિકલ કેર નિષ્‍ણાત અને રાજય સરકાર દ્વારા નિયુક્‍ત કોવિડ-૧૯ ટાસ્‍ક ફોર્સના સભ્‍ય ડો. મહર્ષિ દેસાઈએ જણાવ્‍યું હતું કે, અનેક પરિબળોને કારણે દેશના અનેક વિસ્‍તારો અને વિશ્વનાં કેટલાક પ્રદેશોમાં પણ આ વધારો નોંધાયો છે. પરંતુ જો આપણે કેસોમાં છેલ્લા બે ઉછાળાની તુલના વર્તમાન સાથે કરીએ તો રોગ અને મૃત્‍યુદરની તીવ્રતા દ્યણી ઓછી છે. તેમણે કહ્યું કે, આપણે હજી પણ આ કેસમાં કોરોનાના નવા પ્રકાર અંગેની અસરનું નિરીક્ષણ કરવાનું છે.

શહેર સ્‍થિત ક્રિટિકલ કેર નિષ્‍ણાત ડો. અમિત ગણપતિએ કહ્યું, ‘મહામારી હજુ પૂરી થઈ નથી, અને લોકોએ નિયમો પાળવામાં જરા પણ કચાસ ન કરવા જોઈએ.' તેમણે વધુમાં કહ્યું કે, ‘વર્તમાન કેસિસના એકંદર વિશ્‍લેષણથી જાણવા મળે છે કે દર્દીઓની ઉંમર ૫૦ વર્ષથી વધુ છે અને ખૂબ જ ઓછા દર્દીઓને ઓક્‍સિજન સપોર્ટની જરૂર પડે છે. આ ઉપરાંત ખૂબ જ ઓછા દર્દીઓને અગાઉના ઉછાળાની તુલનામાં મલ્‍ટિપલ ટ્રિટમેન્‍ટ પ્રોટોકોલની જરૂર પડે છે. પણ આપણે આપણા રક્ષકો બનવું જોઈએ.

 

(4:00 pm IST)