Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

ગુરૂવારે મહાશિવરાત્રી : કલ્યાણકારી સિધ્ધયોગ રચાશે

દોષમુકિત માટે ઉતમ યોગ : રૂદ્રાભિષેક, શિવપુરાણ પાઠ, દાન, જયોર્તિલીંગના દર્શન અતિ શુભ

પાલી,તા. ૯: આ વખતે મહાશિવરાત્રીએ શિવ યોગની સાથે ધનિષ્ઠ નક્ષત્ર અને ચંદ્રમાં મકર રાશીમાં બીરાજમાન રહેશે. સવારે ૯:૨૨ મિનીટ સુધી મહાન કલ્યાણકારી શિવયોગ પણ વિદ્યમાન રહેશે. ત્યારબાદ બધા કાર્યોમાં સિધ્ધી અપાવનાર સિધ્ધયોગ શરૂ થશે.

જયોતિષાચાર્યોના મુજબ આ યોગમાં કરાયેલ શુભકર્મોનું ફળ અક્ષુણ રહે છે. આ યોગના વિદ્યમાન રહેતા રૂદ્રાભિષેક, શિવપુરાણ પાઠ, દાન-પુણ્ય તથા જયોતિલીંગોના દર્શનને અતિ શુભ માનવામાં આવે છે.

ભગવાન શિવની આરાધનાનું મુખ્ય પર્વ મહાશિવરાત્રી માટે શિવાલયોમાં મહારૂદ્રાભિષેક, પંચામૃત અભિષેક, ઋતુ પુષ્પોનો શણગાર, ભકિત સંધ્યા વગેરેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ઘણી જગ્યાએ બે દિવસ મહાશિવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવે છે.

મહાશિવરાત્રીએ શિવલીંગની પૂજા કરવાથી જન્મકુંડળીના નવગ્રહ દોષ સહિત વિભીન્ન રોગોથી મુકતી મળે છે. ભગવાન શિવની પુજા કરતી વખતે બિલીપત્ર, મધ, દુધ,દહીં, સાકર અને ગંગાજળથી અભિષેક કરવો જોઇએ. મહામત્ૃયુંજય જાપ કરવા જોઇએ.  નવગ્રહ દોષ નિવારણ માટે રૂદ્રાભિષેક પતિના દિદ્યાયુ માટે પંચામૃત અભિષેક, સુયોગ વર માટે શિવલીંગ ઉપર જળ અર્પિત કરી માતા ગૌરીનું પૂજન કરવું જોઇએ. ચર્તુદશી તીથીની શરૂઆત ૧૧મીએ બપોરે ૨.૩૯ મીનીટથી ૧૨ માર્ચ બપોરે ૩.૦૨ સુધી રહેશે. મહાશિવરાત્રીએ રાત્રીની પ્રધાનતા રહે છે. એટલે જ ૧૧ માર્ચે મહાશિવરાત્રી પર્વ મનાવવુ શાસ્ત્ર સંમત છે. મહાશિવરાત્રીનો નિશિથકાળ ૧૧ માર્ચે રાત્રે ૧૨:૦૬ મીનીટથી ૧૨.૫૫ સુધી રહેશે.

(2:59 pm IST)