Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

સુરતના રાંદેર અને અઠવા ઝોનમાં ચેકપોસ્ટ બનાવાઈ : બહારથી આવતા મુસાફરોના ટેસ્ટિંગની કામગીરી શરૂ

અઠવા, રાંદેર, અડાજણ, વેસુ, પીપલોદ સહિતના વિસ્તારોમાં પાલિકાએ સંક્રમિત વિસ્તારોના બોર્ડ લગાવી દીધા

સુરત : સુરતમાં કોરોનો કહેર વકરી રહ્યો છે. રાંદેર અને અઠવા ઝોનમાં ક્લસ્ટર વિસ્તાર ઉભા થઇ રહ્યા છે. સુરતના રાંદેર અને અઠવા ઝોનમાં ચેકપોસ્ટ બનાવવામાં આવી રહી છે. અઠવા, રાંદેર, અડાજણ, વેસુ, પીપલોદ સહિતના વિસ્તારોમાં પાલિકાએ સંક્રમિત વિસ્તારોના બોર્ડ લગાવી દીધા છે. આવતા જતા લોકોને વિસ્તારમાં કોરોના કહેર અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે.

 બીજી તરફ, સુરત એસટી ડેપો પર કોરોના ટેસ્ટ વધારાયા છે. સુરતમાં બહારથી આવતા મુસાફરોના ટેસ્ટ કરાઈ રહ્યાં છે. જો ટેસ્ટ પોઝિટિવ આવે તો તાત્કાલિક સ્મીમેર હોસ્પિટમાં સારવાર માટે ખસેડવામાં આવી રહ્યાં છે.

(1:27 pm IST)