Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

સુરતમાં રસી લીધા બાદ મહાનગરપાલિકાના ત્રણ ઈજનેરોને કોરોના વળગ્યો : ખળભળાટ

બંને ડોઝ લીધાના 5 દિવસમાં જ બે ઈજનેરોને ચેપ લાગ્યો:ત્રણમાંથી એકને પણ અગાઉ કોરોના થયો ન હતો

સુરતમાં કોરોનાના કેસમાં ઝડપી વધારો થઇ રહ્યો છે ત્યારે આ વચ્ચે કોરોનાની રસી લીધા બાદ કોરોના થયો હોવાનો કિસ્સો સુરતમાં બન્યો છે. સુરત પાલિકાના 3 ઈજનેરોને રસી લીધા બાદ કોરોના થયો છે.

 કોરોનાની રસી લીધા બાદ કોરોના થયો હોવાનો આ બીજો કિસ્સો છે. આ પહેલા તાજેતરમાં ગાંધીનગરમાં રસીના બે ડોઝ લીધા બાદ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જ્યારે કે, સુરતમાં રસી લીધા પછી પણ કોરોના થયાનો કિસ્સો આવ્યો છે. સુરત મહાનગરપાલિકાના 3 ઈજનેરો કોરોનાગ્રસ્ત થયા છે. બંને ડોઝ લીધાના 5 દિવસમાં જ બે ઈજનેરોને ચેપ લાગ્યો હતો. તો ત્રણમાંથી એકને પણ અગાઉ કોરોના થયો ન હતો.

 જોકે, સિવિલના કોરોનાના નોડલ ઓફિસર ડો. અમિત ગામીએ કહ્યું કે રસી લીધાના ત્રણથી છ સપ્તાહ દરમિયાન એન્ટીબોડી બને છે. જેથી ડોઝ લીધા પછી કોરોના ન થઇ શકે તેવું જરૂરી નથી.

(1:21 pm IST)