Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

આણંદની યુવતી પરમહંસ બાબાના આશ્રમની મુલાકાત બાદ સાધ્વી બની જતા વિવાદ સર્જાયો

એક વખત સગાઇ તૂટી, બીજી વખત લગ્નજીવન લાંબુ ન ચાલ્યું. છુટાછેડા લઇને સાધ્વી બની જતા પરિવારે કર્યા વશીકરણના આક્ષેપો: માતા-પિતાએ બાબા પરમાનંદ સામે ફરિયાદ નોંધાવી

આણંદની દિવ્યા નામની યુવતી પરમહંસ બાબાના આશ્રમની મુલાકાત બાદ સાધ્વી બનતા વિવાદ સર્જાયો છે. એક સાધવી બનેલી યુવતીના માતા-પિતાનો ગંભીર આક્ષેપ કર્યા છે.

 વિસનગરના કડા ગામ નજીક આવેલો પરમહંસ નામના બાબાનો આશ્રમ વિવાદમાં સપડાયો છે. એક વખત સગાઇ તૂટી અને ત્યાર બાદ બીજી વખત લગ્નજીવન લાંબુ ન ચાલ્યું. છુટાછેડા લઇને પરમાનંદબાબાને ગુરૂ બનાવી આશ્રમમાં રહેવાનું શરૂ કર્યુ હતું.ત્યારબાદ  માતા-પિતાએ બાબા પરમાનંદ સામે ફરિયાદ નોંધાવી હતી.

યુવતીના માતા-પિતાએ પરમહંસ આશ્રમમાં રહેતા પરમાનંદ બાબાએ દિવ્યાને વશીકરણ દ્વારા પોતાની જાળમાં ફસાવી હોવાનો આક્ષેપ કર્યો છે. મેલી વિદ્યાથી અત્યાર સુધીમાં 1 લાખ 50 હજાર રૂપિયા પડાવ્યા હોવાનો પણ આરોપ કરવામાં આવ્યો છે. માયાજાળમાં ફસાવવાનો અને અનેક વખત ફોન કરી ઘર છોડી અને સગા સંબંધી વિરૂદ્ધ ભડકાવવાનો આરોપ લગાવયો છે

જોકે, દિવ્યાએ પોતાના સાંસારિક જીવનથી ત્રસ્ત હોવાથી સાધ્વી બની હોવાનો દાવો કર્યો છે. ત્યારે દિવ્યાના માતા-પિતાએ દીકરીની સલામતીને લઈને આ સમગ્ર મામલે વિસનગર તાલુકા પોલીસ મથકે તપાસ કરવા લેખિત રજૂઆત કરી છે. જેને લઈને આણંદ પોલીસે આશ્રમમાં તપાસ હાથ ધરી હતી. પરંતુ સાધ્વી બનેલી દિવ્યા પુખ્ત વયની હોવાથી અને પોતાની મરજીથી સાધ્વી બની હોવાનું જણાવતા પોલીસ પરત ફરી હતી.

(11:56 am IST)