Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

ભૈરવી હેમંત કોશિયાને લાઇફ ટાઇમ એચીવમેન્‍ટ એવોર્ડ

રાજકોટઃ ગુજરાતના કલા ક્ષેત્રે સુપ્રસિધ્‍ધ શ્રીમતી ભૈરવી હેમંત કોશિયા (અમદાવાદ) ને નૃત્‍ય અને મીડિયા ક્ષેત્રના અદ્વિતીય યોગદાન બદલ ગઇકાલે મહિલા દિને હરિયાણાની જેસીડી વિદ્યાપીઠ, સીસા ખાતે તેજસ્‍વીની લાઇફ ટાઇમ એવોર્ડ અપાયેલ. જાણીતા પર્વતારોહક અનિતા કુંદુ તરફથી ટોચના મહાનુભાવોની હાજરીમાં એવોર્ડ અર્પણ કરાયો હતો. ગૌરવપૂર્ણ એવોર્ડ મેળવવા બદલ તેમના પર અભિનંદન વર્ષા (મો. ૯૩ર૮૦ ૯૧૦૦૦) થઇ રહી છે.

(11:48 am IST)